સલમાન ખાન પરફોર્મન્સથી થશે બિગબોસ ૧૨ ની ધમાકેદાર શરુઆત

0
162
Bigg Boss 12

બિગબોસ સીઝન ૧૨ લોન્ચિંગમાં બસ હવે થોડો સમય બાકી રહી ગયો છે. મેકર્સે શોના ટીઝર વિડીયો જારી કરવાનું શરુ કરી દીધું છે. શોના સત્તાવાર ટ્વીટર હેન્ડલથી એક વિડીયો શેયર કરવામાં આવ્યો છે જેમાં શોના હોસ્ટ સલમાન ખાન બિગબોસ હાઉસની અંદર ડાંસ કરતા નજર આવી રહ્યા છે. સલમાન ખાન શોમાં ફ્રેંચ કટ લૂકમાં નજર આવશે. વિડીયોમાં તે તેમના સોંગ પર ડાંસ કરતા નજર આવી રહ્યા છે. સલમાનના આ ડાંસ પરફોર્મન્સના કારણે દર્શકોને ઘરની અંદરનો નજારો સ્પષ્ટ જોવા મળી ગયો છે. લોન્ચિંગ ઇવેન્ટ દરમિયાન સલમાને તેના અંદાજમાં કહ્યું કે,મારા જીવનનો સૌથી લાંબી રિલેશનશિપ બિગબોસની સાથે છે.

સલમાન ખાને ‘બિગ બોસ ૧૨’ ને તાજેતરમાં લોન્ચ કર્યો છે અને તે દરમિયાન તેમણે આ શો સાથે જોડાયેલ ઘણા મોટા-મોટા ખુલાસા પણ કર્યા છે. તમને જણાવી દઈએ કે, બિગબોસ ૧૨ ના પ્રીમિયર એપિસોડને ૧૬ સપ્ટેમ્બર,૨૦૧૮ ના રોજ ટેલીકાસ્ટ કરવામાં આવશે. બિગબોસ ૧૨ ની શરુઆત માટે સલમાન ખાને શોની ફર્સ્ટ પ્રેસ મીટ ગોવામાં દબંગ અંદાજમાં કરી છે. બિગબોસ સીઝન ૧૨ આજકાલ ખૂબ ચર્ચામાં છે. છેલ્લા કેટલાક મહિનાથી બિગબોસને લઈને અલગ-અલગ ખબરો સામે આવતી હોય છે. તેની સાથે નાના પડદા પર સલમાન ખાનનો કડક અંદાજ જોવા માટે લોકોમાં પણ બેચેની એકવાર ફરીથી શરુ થઇ ગઈ છે. દરેક સીઝનની જેમ આ વખતે પણ સુપરહીટ શો ‘બિગબોસ’ ને બોલિવુડના ભાઈજાન હોસ્ટ કરવાના છે.

કહેવામાં તો બિગબોસ એક રિયાલીટી શો છે, પરંતુ હવે તે એક તહેવારની જેમ લાગે છે. તે દર વર્ષે આવે છે અને લગભગ ત્રણ મહિના સુધી દર્શકોને એન્ટરટેન્ટ કરે છે. સુપરસ્ટાર સલમાન ખાન આ શો ને છેલ્લા સાત વર્ષથી હોસ્ટ કરી રહ્યા છે. આટલા દિવસોમાં સલમાન ખાને ઘણા સારા અને ખરાબ કન્ટેસ્ટંટને જોયા છે. શો ની પેટર્ન પ્રમાણે સલમાન ખાન દર અઠવાડિયાના અંતમાં ‘વિકેન્ડ કા વાર’ એપિસોડમાં આવે છે. વિકેન્ડમાં બિગબોસના ટાસ્કમાં સારું પરફોર્મ કરનાર કન્ટેસ્ટંટના સલમાન વખાણ કરે છે. તેની સાથે જે કન્ટેસ્ટંટ ટાસ્કમાં સારું પરફોર્મ કરતા નથી અને ખરાબ વર્તાવ કરે છે તો તેને ફટકાર પણ લગાવે છે.

પ્રાપ્ત માહિતી મુજબ, બિગબોસ સીઝન ૧૨માં આ વખતે ૭ કોમનર્સ જોડીઓ અને ૬ સેલિબ્રિટી જોડી નજર આવશે. સલમાન ખાનનો વિવાદિત શો ‘બિગબોસ’ જ્યારે પણ નવી સીઝન સાથે ટીવી સ્ક્રીન પર આવે છે તો લોકોનું દિલ જીતવામાં સફળ રહે છે. શોના નિર્માતા પણ એવો પ્રયત્ન કરે છે કે, લાસ્ટ સીઝન કરતા નવી સીઝન કંઇક હટકે રજૂ કરવામાં આવે જેથી દર્શકોની દિલચસ્પી બની રહે. બિગબોસની ૧૨ મી સીઝન માટે તેમણે પણ ખાસ પ્લાનિંગ કર્યું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY