રાહુલ મહાજને ૧૮ વર્ષ નાની વિદેશી મોડલ સાથે કર્યા ત્રીજા મેરેજ

0
165
Rahul Mahajan

દિવંગત ભાજપના નેતા પ્રમોદ મહાજનના પુત્ર અને એક્સ બિગબોસ કન્ટેસ્ટંટ રાહુલ મહાજને ત્રીજી વખત મેરેજ કર્યા છે. ૪૩ વર્ષના રાહુલે ૨૫ વર્ષની કઝાકીસ્તાની મોડલ નતાલ્યા ઈલીના સાથે મેરેજ કર્યા છે. તે 20 નવેમ્બરે એક ખાનગી સમારોહમાં લગ્નગ્રંથીથી જોડાયા છે. બંનેના ફોટોઝ હવે વાયરલ થઇ રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, રાહુલે તેની ગર્લફ્રેન્ડ સાથે માલાબાર હિલ પર સ્થિત એક મંદિરમાં મેરેજ કર્યા છે. તેમાં રાહુલનો પરિવાર અને તેના નજીકના લોકો સામેલ થયા છે.

રાહુલે તેના ત્રીજા મેરેજ વિશે જણાવતા કહ્યું કે, મેં પહેલા બે મેરેજ ખૂબ ધૂમધામથી કર્યા હતા પરંતુ તે રિલેશન ટકી શક્યા નહિ. આ કારણે આ વખતે હું કોઈ દેખાવો કરવા માંગતો નથી. રાહુલે જણાવ્યું કે, હું અને નતાલ્યા છેલ્લા એક વર્ષથી એકબીજાને પરિચિત છીએ. અમે બંને એક-બીજાને સારી રીતે સમજી ચૂક્યા છીએ. તે તેનો બિઝનેશ શરુ કરવા માંગે છે જેમાં હું તેનો સાથ આપીશ. ફેમિલી લાઈફમાં મગજની શાંતિ સૌથી વધારે જરૂરી છે. તમને જણાવી દઈએ કે, રાહુલ નતાલ્યાથી ૧૮ વર્ષ નાની છે પરંતુ રાહુલનું માનવું છે કે, ઉંમરનું આ અંતર તેના માટે મહત્વ રાખતું નથી.

ઉલ્લેખનીય છે કે, રાહુલ મહાજનની પ્રથમ પત્ની શ્વેતા સિંહ હતી. ત્યારબાદ રાહુલે બીજા મેરેજ રિયાલીટી શો દરમિયાન સ્વયંવર કાર્યક્રમ દ્ધારા ડિમ્પી ગાંગુલી સાથે મેરેજ કર્યા હતા. બંને પત્નીઓએ રાહુલ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ બંને અલગ થઈ ગયા હતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY