રીયલ લાઈફમાં શરાબ-સિગરેટને હાથ પણ નથી લગાવતા આ બોલિવુડ સ્ટાર્સ

0
993

1. અમિતાભ બચ્ચન

આજકાલ મીડિયામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની દરેક ખબર વાયરલ થતી હોય છે જે લોકો વાંચવાનું પસંદ કરે છે. મોટાભાગે તેમાં પાર્ટીઓની તસવીરો ખૂબ વાયરલ થતી હોય છે. તે તસવીરોમાં બોલિવુડ સ્ટાર્સના હાથમાં શરાબ અને સિગરેટ નજર આવે છે. આ વસ્તુઓ જોઈ આપણા મનમાં એક ધારણા બની ગઈ છે કે, ફિલ્મી દુનિયા મોજ-મસ્તી, શરાબ અને સિગરેટ છે. પરંતુ દરેક વખતે જોયેલી અને સાંભળેલી વાત સત્ય હોતી નથી. કેટલીક અન્ય પણ વસ્તુઓ છે જેનું પાલન આપણા ફિલ્મી સ્ટાર્સ ઈમાનદારીથી કરે છે. બોલિવુડમાં પણ કેટલાક એવા ચહેરા છે જે શરાબ-સિગરેટથી કોસો દૂર છે.

આ યાદીમાં ફર્સ્ટ નામ આવે છે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનું. ફિલ્મોમાં શરાબી અને સ્મોકિંગ કરનારની એક્ટિંગ કરનાર બિગબી રીયલ લાઈફમાં આ બધીઓ વસ્તુઓના સેવનથી દૂર રહે છે.

2. અભિષેક બચ્ચન

અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચન પણ આ યાદીમાં સામેલ છે. એટલું જ નહિ અભિષેક નોન-વેજ ખાવાથી પણ દૂર રહે છે.

3. અક્ષય કુમાર

બોલિવુડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર સવારે ચાર વાગ્યે ઉઠનાર એક્ટર છે અને તેમની રિયલ લાઈફમાં શરાબ અને સિગરેટનું કોઈ કામ નથી.

4. બિપાશા બાસુ

કરણ સિંહ ગ્રોવરની વાઈફ અને એક્ટ્રેસ બિપાશા બાસુ પણ શરાબ અને સિગરેટને રિયલ લાઈફમાં હાથ પણ લગાવતી નથી.

5. દીપિકા પાદુકોણ

ફિલ્મ ‘પદ્માવત’ ની એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પણ શરાબ અને સિગરેટને ખરાબ લત માને છે.

6. જ્હોન અબ્રાહમ

પોતાની દમદાર બોડી માટે બોલિવુડમાં ફેમસ એક્ટર જ્હોન અબ્રાહમ પણ પોતાની જાતને ખરાબ આદતોથી દૂર રાખે છે. જ્હોનને લેટ નાઈટ પાર્ટીઓમાં જવાનું પણ પસંદ નથી.

7. પરીણીતિ ચોપરા

બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા પણ આલ્કોહોલની લતથી પરે છે.

8. શિલ્પા શેટ્ટી

પોતાની ફીટનેસથી દુનિયાભરમાં લોકોને દિવાન બનાવનારી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુન્દ્રા પણ પોતાને આ બધી વસ્તુઓથી દૂર રાખે છે.

9. સિદ્ધાર્થ મલ્હોત્રા

બોલિવુડમાં ફિલ્મ ‘ સ્ટુડન્ટ ઓફ ધ યર’ થી ડેબ્યુ કરનાર એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા મોડી રાત સુધી પાર્ટીમાં વ્યસ્ત રહે છે પરંતુ તે ક્યારેય પણ સિગરેટ અને ડ્રીંક કરતા નથી.

10. સોનાક્ષી સિન્હા

સુપરહીટ ફિલ્મ ‘દબંગ’ થી પોતાની કારકીર્દીની શરુઆત કરનાર એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા પોતાને મેનટેન કરવા માટે શરાબ અને સિગરેટથી દૂર રહે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY