Video : સોનમ કપૂરનું વેડિંગ કાર્ડ આવ્યું સામે, 8 મેએ કરશે આનંદ આહુજા સાથે લગ્ન….જાણો Details.

0
301

સોનમ કપૂરનું વેડિંગ કાર્ડ આવ્યું સામે, 8 મેએ કરશે આનંદ આહુજા સાથે લગ્ન….જાણો Details.

ફાઈનલી કપૂર પરિવારની લાડલી સોનમ કપૂરના લગ્ન વિષે પરીવારે ચુપ્પી તોડી દીધી છે. અને એલાન કરી દીધું છે લગ્નની તારીખનું. સોનમ કપૂર ૮ મેએ પોતાના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે બંધાશે લગ્નના બંધનમાં.

લગ્ન પહેલા ૭ મેએ હલ્દી, મહેંદી અને સંગીત સેરેમની રાખવામાં આવશે.

ખબરો આવી હતી કે સોમનના લગ્નના કાર્ડ નહિ છપાય. અને ઈ-કાર્ડ બનાવવામાં આવશે. ત્યારે હવે લગ્નના અઠવાડિયા પહેલા જ સોનમનું ઈ- વેડિંગ કાર્ડ સામે આવી ગયું છે.

જી હા, સોનમ અને આનંદના લગ્નનું કાર્ડ ઘણું જ સિમ્પલ અને સોબર છે. લગ્નના કાર્ડની થીમ ગ્રીન રાખવામાં આવી છે. મહેંદીના કાર્ડમાં લખ્યું છે , ૭ મેએ 4 વાગ્યાથી આ ફન્કશન શરુ થશે.

મહેંદીની રસમ અનિલ કપૂરના ઘરે ‘સનટેક સિગ્નેચર આઈસલેન્ડ’ માં થશે. ત્યાજ મહેંદી માટે ડ્રેસ કોર્ડ પણ રાખવામાં આવ્યો છે. ડ્રેસ કોર્ડમાં વ્હાઈટ ડ્રેસ હશે. આ પછી ૮ મેએ લગ્ન યોજાશે. અને લંચનો ટાઈમ ૧૧ થી ૧૨.૩૦ નો રાખવામાં આવ્યો છે.

લગ્ન સોનમની માસીની હવેલીમાં થશે. જે પુરા પંજાબી રીતી રીવાજ મુજબ થશે. જયારે લગ્ન માટે ડ્રેસ કોર્ડ ઇન્ડીયન ટ્રેડીશનલ રાખવામાં આવ્યો છે. સવારે લગ્ન બાદ ૮ મેએ જ સાંજે ‘ધ લીલા ગ્રાંડ’ હોટેલમાં રીસેપ્શન થશે. જે માટે ઇન્ડીયન અને વેસ્ટર્ન ડ્રેસ કોર્ડ રાખવા આવ્યો છે.

તો ભઈ તમને એમ પણ જણાવી જ દઈએ કે, સંગીત સેરેમની માટે સોનમની કઝીન અને શ્રીદેવીની પુત્રી જહાનવી કપૂરે તૈયારી શરુ કરી દીધી છે. જે તેની મોમ શ્રીદેવીના જ ફેમસ સોંગ મેરે હાથો મે નો નો ચૂડિયા હૈ અને કિસી કે હાથ ના આયેગી યે લડકી પર થિરકતી જોવા મળશે.

તો સાથે જ બી-ટાઉનના ગુંડા રણવીર સિંહ અને અર્જુન કપૂર પણ માય નેમ ઈઝ લખન પર આપશે ધમાકેદાર પરફોર્મન્સ.

ત્યારે સોનમ અને આનંદના લગ્નની બીજી અપડેટ્સ પણ અમે તમને આમ જ જણાવતા રહીશું.

loading...

NO COMMENTS

LEAVE A REPLY