નાકના વાળ ક્લીન કરતો Rakhi Sawant નો વિડીયો વાયરલ

0
691

1. Rakhi Sawant

બોલીવુડ અભિનેત્રી Rakhi Sawant ઘણી વખત પોતાની તસ્વીરો અને વિડિઓઝના કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં એક વખત ફરીથી રાખી સાવંતનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં હંમેશાની જેમ તે પોતાના ચાહકોનું મનોરંજન કરતી જોવા મળી રહી છે.

2. રાખી સાવંત

વિડીયોમાં રાખી સાવંત ડોક્ટર રાખી બનતા હેર રિમૂવરથી નાકના વાળ કાપતી જોવા મળી રહી છે. તેની સાથે તે તેના ફાયદા પણ જણાવી રહી છે. રાખી સાવંત બતાવી રહી છે કે, જે મશીન તેમના હાથમાં છે તેનાથી તમે પોતાના નાકના વાળ ક્લીન કરી શકો છો. જો તમે આવી રીતે કરશો તો તમે સુરક્ષિત છે પરંતુ જો તમે આવું કરશો નહી તો તમારી નાક બ્લોક થઈ શકે છે અને તેના કારણે તમને હાર્ટ અટેક સુધી આવી શકે છે. તેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

A post shared by Rakhi Sawant Official (@rakhisawant2511) on

3. રાખી સાવંત


ઉલ્લેખનીય છે કે, બોલિવુડની ડ્રામા ક્વીન કહેવાતી રાખી સાવંત હંમેશા પોતાના વિવાદિત નિવેદનો અને પોતાની અજીબોગરીબ હરકતના કારણે ચર્ચામાં રહે છે. એવું કહેવું ખોટું નથી કે, વિવાદો સાથે રાખી સાવંતનો જૂનો સંબંધ છે.

4. રાખી સાવંત

પછી ભલે પંજાબી ગાયક મીકા સાથે કિસ વિવાદ હોય અથવા બોયફ્રેન્ડને થપ્પડ મારવાનો કેસ. રાખી સાવંત અત્યારના દિવસોમાં ઇન્સ્ટાગ્રામ છવાયેલી છે. રાખી સાવંત અવારનવાર ચર્ચામાં રહે છે. તે હંમેશા એવું કંઇક કરતી રહેતી હોય છે કે, તે ચર્ચામાં પોતાની જગ્યા બનાવી લે છે. રાખી સાવંતે રિયાલીટી શો “ગજબ દેશની અજબ કહાની’ ઘણો ચર્ચિત રહ્યો હતો. રાખી સાવંતે કરીના કપૂર પર પણ ટીપ્પણી કરી હતી. એક ટીવી ચેનલથી વાત કરતા રાખી સાવંતે જણાવ્યું હતું કે, બોલીવુડની રિયલ છમ્મક છલ્લો કરીના કપૂર નહિ, પરંતુ તે સ્વયં છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY