ટપોરી સ્ટાઈલમાં એરપોર્ટ પર સ્પોટ થઇ Deepika Padukone

0
527

1. Deepika Padukone

સ્ટાઈલની બાબતમાં Deepika Padukone બધી અભિનેત્રીઓને ટક્કર આપે છે. તાજેતરમાં Deepika Padukone એરપોર્ટ પર નજર આવી હતી. લૂઝ શર્ટ અને રીપ્ડ જીન્સ પહેરી દીપિકા પાદુકોણનો આ સ્ટાઇલીશ અંદાજ ગરમીને માત આપી શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ, દીપિકા પાદુકોણ દુબઈમાં એક કાર્યક્રમમાં સામેલ થવા માટે રવાના થઈ છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, દીપિકા પાકિસ્તાની કલાકાર સાથે દુબઈમાં થનાર કાર્યક્રમમાં સ્ટેજ શેર કરતા નજર આવશે.

2. દીપિકા પાદુકોણ

તો બીજી તરફ, બોલિવુડની મસ્તાનીને લઈને ખબર આવી રહી છે કે, તે એકવાર ફરીથી હોલિવુડમાં એન્ટ્રી કરી શકે છે. દીપિકા પાદુકોણ પાસે હોલિવુડની કેટલીક ઓફર છે જો કે, હજુ સુધી આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ફેંસ માટે એક ગુડન્યૂઝ છે. રણવીર અને દીપિકાએ મેરેજ કરવાનો નિર્ણય લીધો છે. બંનેના પેરેન્ટસે મળીને તેમના મેરેજ ફિક્સ કરી દીધા છે. આગામી ૩ થી ૪ મહિનાની અંદર જ દીપ-વીર મેરેજ કરવાના છે.

3. દીપિકા પાદુકોણ

દીપિકા અને રણવીર સિંહ ડેસ્ટીનેશન વેડિંગ ઇચ્છતા હતા પરંતુ રણવીરની ફેમિલીના લોકો મુંબઈમાં જ મેરેજ કરવા ઈચ્છે છે. કારણકે રણવીર સિહના મોટાભાગના સંબંધી મુંબઈમાં રહે છે. દીપિકા પાદુકોણે મેરેજ માટે શોપિંગ પણ શરુ કરી દીધી છે. મેરેજ પછી શાનદાર રિસેપ્શન પાર્ટી પણ રાખવામાં આવશે.

4. દીપિકા પાદુકોણ

[scg_html_300250]
પહેલા મીડિયામાં એવી ખબર આવી રહી હતી કે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના મેરેજ બાદ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ મેરેજ કરવાના છે. આ વાતે ત્યારે વધુ જોર પકડ્યું જ્યારે ‘પદ્માવત’ ના પ્રીમિયર પર આ કપલે એકબીજાનો હાથ પકડી એન્ટ્રી કરી હતી. ત્યારબાદ આ બંને મેરેજની ખબરો સામે આવવા લાગી હતી.

5. દીપિકા પાદુકોણ

‘પદ્માવત’ પછી દીપિકા પાદુકોણે કોઈ અન્ય ફિલ્મો સાઈન કરી નહિ. તેની પાછળ એવું કારણ જણાવવામાં આવી રહ્યું હતું કે, દીપિકા તેના મેરેજની તૈયારી માટે કામમાંથી થોડો બ્રેક લેવા માંગે છે.

6. દીપિકા પાદુકોણ

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની રીલ અને રિયલ લાઈફ બંને જોડી વધારે ક્યુટ લાગે છે. રણવીર અને દીપિકા ફિલ્મ ‘રામલીલા’ ના સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. દીપિકા સાથે સંબંધને લઈને રણવીર ઘણીવાર પોતાના પ્રેમનો ઈઝહાર સોશિયલ મીડિયા અને ઘણા એવોર્ડ ફંકશનમાં કરી ચૂક્યો છે. પરંતુ દીપિકાતરફથી ક્યારેય પણ આવું ક્યાંય જોવા કે સાંભળવા મળ્યું નથી.

7. દીપિકા પાદુકોણ

જ્યારથી બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની સાથે મેરેજ કર્યા છે ત્યારથી બધાની નજર દીપિકા પાદુકોણ અને રણવીરસિંહ પર ટકી છે. દરેક લોકો જાણવા માટે આતુર છે કે, અંતે બોલિવુડના બાજીરાવ મસ્તાની તેમના રિલેશન પર ક્યારે મેરેજની મોહર લગાવશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY