દિલીપકુમારને હોસ્પિટલમાંથી કરવામાં આવ્યા ડિસચાર્જ

0
92
Dilip Kumar

દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને થોડા દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર કર્યા બાદ દિલીપ કુમારને ડીસચાર્જ કરી દેવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ન્યૂમોનિયાની સારવાર કરવામાં આવી છે. ડોક્ટર્સે તેમને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. દિલીપ કુમારની ઉંમર ૯૫ વર્ષ છે. દિલીપ કુમાર વધારે વૃદ્ધ થઇ ગયા છે, તે આજકાલ જાહેર સ્થળ પણ નજર આવતા નથી. પોતાના ઘરમાં જ રહે છે અને તેમની દેખરેખ પત્ની સાયરા બાનો કરે છે.

ઉલ્લેખનીય છે કે, દિલીપ કુમારને થોડા મહિના પહેલા ડિહાઇડ્રેશનના કારણે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન દિલીપ કુમારને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, તેમની સ્થિતિ ક્રિટીકલ છે. પરંતુ ત્યારબાદ હોસ્પિટલ તરફથી જારી કરવામાં આવ્યું હતું કે, તેમની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે. હોસ્પિટલ તરફથી એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, દિલીપ કુમાર જેટલી ઉંમરના વ્યક્તિની દેખરેખ આઈસીયુમાં થઇ શકે છે. આ કારણે દિલીપ કુમારને ત્યાં રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દિલીપ કુમારનો જન્મ પેશાવર શહેરમાં ૧૧ ડિસેમ્બર,૧૯૨૨ના રોજ થયો હતો. તેમણે ૧૯૪૪ માં ફિલ્મ જ્વાર ભાટાથી ડેબ્યુ કર્યું હતું. ક્રાંતિ, મુગલ-એ-આઝમ, દેવદાસ, ગંગા જમાના, મધુમતી, નયા દૌર, રામ ઔર શ્યામ, આઝાદ તેમની પ્રમુખ ફિલ્મો છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY