શું Bigg Boss ૧૨ નો હિસ્સો બનશે ‘દિયા ઔર બાતી હમ’ ની સંધ્યા બિંદણી?

0
615
Deepika Singh

આગામી થોડા મહિનામાં Bigg Boss સીઝન ૧૨ ની શરૂઆત થવાની છે. શોના સ્પર્ધકોને લઈને ઘણા નામ સામે આવ્યા છે. તે દરમિયાન ‘દિયા ઔર બાતી હમ’ ફેમ એક્ટ્રેસ દીપિકા સિંહ (સંધ્યા બિંદણી) ને અપ્રોચ કરવાની ચર્ચા છે. દીપિકા સિંહ પુત્રના જન્મ બાદ નાના પડદા પરથી ગાયબ છે. હવે દીપિકા સિંહને લઈને એવી ખબર આવી રહી છે કે, દીપિકા બિગબોસ ૧૨ માં ભાગ લઇ શકે છે. દીપિકા સિંહ ગયા વર્ષે માતા બની હતી અને તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો. દીપિકા સિંહ સિરીયલ દિયા ઔર બાતી હમથી ફેમસ થઇ હતી. આ સમયે દીપિકા મેટરનીટી બ્રેક પર છે.

ઉલ્લેખનીય છે કે, દીપિકાએ ૨ મે, ૨૦૧૪ ના રોજ ડિરેક્ટર રોહિત રાજ ગોયલ સાથે મેરેજ કર્યા હતા. ફેમસ ટીવી શો ‘દિયા ઓર બાતી હમ’ ની સંધ્યા બિંદણી ભલે તમને સીધી સાદી દેખાતી હોય પણ રીયલ લાઈફમાં તે ઘણી જ મસ્તીખોર અને ફેશનેબલ છે. ટીવી પર સંધ્યા બિંદણી ભલે સાડીમાં ભાભોની સેવા કરતી દેખાય છે અને આઈપીએસની વર્દીમાં ક્રાઈમ સામે લડતી હોય પણ હકીકતમાં તે ફરવાની શોખીન અને બધા સાથે હસી મજાક કરતી રહે છે.

ઉલ્લેખનીય છે કે, ટેલીવિઝનના સુપરહીટ રીયાલીટી શો બિગબોસની 12મી સીઝન માટે ઓડીશન શરુ કરી દેવામાં આવ્યા છે. આ વખતે ઓડીશનમાં થોડો ટ્વીસ્ટ રાખવામાં આવ્યો છે. કલર્સ ચેનલના ટ્વીટર હેન્ડલ પર તેની જાણકારી આપવામાં આવી છે. એક ટ્વીટ દ્ધારા કહેવામાં આવ્યું હતું કે, બિગબોસ 12 જલ્દી જ શરુ થવાનું છે અને આ વખતે અમને જોડિયોમાં કન્ટેસ્ટંટસ જોઈએ છે એટલે બિગબોસના ઘરમાં ધમાલ મચાવવા માટે પોતાની સાથે એક પાર્ટનર લઈને આવો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY