OMG! Sonam Kapoor ના સંગીતના ૬ દિવસ પહેલા ફરાહ ખાનના પગમાં થયું ફ્રેકચર

0
351
Sonam Kapoor

૮ મે ના રોજ અનિલ કપૂરની લાડલી Sonam Kapoor તેના બોયફ્રેન્ડ આનંદ આહૂજા સાથે લગ્નગ્રંથીથી જોડાશે. તેમના મેરેજની તૈયારીઓ ધૂમધામથી કરવામાં આવી રહી છે. ૭ મે ના રોજ Sonam Kapoor અને આનંદના મેરેજનું સંગીત ફંક્શન છે અને તેના માટે સોનમના ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ ડાંસ રિહર્સલ કરી રહ્યા છે. તે દરમિયાન એક દુઃખદ ખબર સાંભળવા મળી છે. ફરાહ ખાન, જે સોનમના સંગીતને કોરિયોગ્રાફ કરી રહી છે તેના પગ પર ફ્રેકચર થઇ ગયું છે.

એક ટીવી શોના શૂટિંગ દરમિયાન ફરાહ ખાનના જમણા પગ પર ફ્રેકચર થઇ ગયું છે. ફરાહે તેની ઇન્સ્ટા સ્ટોરી પર ફ્રેકચર થયેલ પગના ફોટોઝ શેયર કર્યા છે. ફરાહે સોમવારે સવારે ૯ વાગ્યે શૂટિંગ શરુ કર્યું અને મંગળવારે સવારે ૩ વાગ્યે શૂટિંગ પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ વેનિટી વેન તરફ જતા તેનો પગ મચકોડાઈ ગયો હતો. કોરિયોગ્રાફર ગીતા કપૂરે ફરાહની પગમાં થયેલ ઈજાની ખબરને કન્ફર્મ કરી છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન ગીતાએ કહ્યું કે, તે સોનમના મેરેજમાં મુશ્કેલી આવવા દેશે નહિ. તેનાથી જેટલું થશે તે સંગીત ફંક્શન માટે કરશે.

ઉલ્લેખનીય છે કે, સોનમ કપૂરના મેરેજની સત્તાવાર ઘોષણા થઇ ગઈ છે. સોનમના મેરેજની તૈયારીઓની જવાબદારી તેના માતા-પિતા અને ભાઈ-બહેન પર છે. સોનમ કપૂરના મેરેજમાં મહેમાનોને સાદગીભર્યા અંદાજ સાથે ઇકોફ્રેન્ડલી કાર્ડ મોકલી આમંત્રણ મોકલવામાં આવશે. આ કાર્ડના કેટલાક ફોટોઝ સામે આવ્યા છે. આ કાર્ડ નેચરલ ગ્રીન કલરનું છે. કાર્ડમાં નેચરલ કલરનો પ્રયોગ કરવામાં આવ્યો છે. મેરેજના ફંક્શનને ત્રણ ભાગમાં વેચવામાં આવ્યા છે.

પ્રથમ દિવસે ૭ મે ના રોજ સાંજે 4 વાગ્યે સોનમ કપૂર અને આનંદની મહેંદીની રસમ થશે. આ ફંક્શન માટે ડ્રેસ કોડ પણ નક્કી કરવામાં આવ્યો છે. જે ઇન્ડિયન ફેસ્ટીવ-વાઈટ શેડમાં રાખવામાં આવ્યો છે. બીજા દિવસે ૮ મેના રોજ સવારે ૧૧ વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધી મેરેજના ફંક્શન રાખવામાં આવશે. મેરેજમાં મહેમાનોએ ઇન્ડિયન ટ્રેડીશનલ ડ્રેસ કોડમાં આવવાનું રહેશે.ત્રીજા દિવસે ૯ મે ના રોજ ગ્રાંડ રિસેપ્શન પાર્ટી રાખવામાં આવશે. આ ફંક્શન રાત્રે ૮ વાગ્યે શરુ કરવામાં આવશે. રિસેપ્શન પાર્ટીમાં આવનારા મહેમાનો માટે ઇન્ડિયન અને વેસ્ટર્ન ફોર્મલ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY