સોનમ કપૂર, નેહા ધૂપિયા બાદ Himesh Reshammiya એ કર્યા મેરેજ

0
4138

1. Himesh Reshammiya

બોલીવુડમાં લાગે છે અત્યારે વેડિંગ સીઝન ચાલી રહી છે. સોનમ કપૂર, નેહા ધૂપિયા પછી હવે એક અન્ય સેલિબ્રિટીએ મેરેજ કર્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, બોલિવુડ સિંગર મ્યુઝીક ડિરેક્ટર અને એક્ટર Himesh Reshammiya ફરીથી લગ્નગ્રંથીથી જોડાયા છે. Himesh Reshammiya એ સોનમ કપૂર સાથે મેરેજ કર્યા છે. સોનિયા એક ટીવી એક્ટ્રેસ છે. તમને જણાવી દઈએ કે, હિમેશ રેશમિયાના બીજા મેરેજ છે. હિમેશે વર્ષ ૨૦૧૬ માં તેની પ્રથમ પત્ની કોમલને તલાક આપ્યો હતો.

2. હિમેશ રેશમિયા

પ્રાપ્ત માહિતી મુજબ, હિમેશ અને સોનિયાએ મુંબઈમાં મેરેજ કર્યા છે. આ મેરેજ હિમેશના એપાર્ટમેન્ટના ટેરેસમાં થયા હતા. મેરેજમાં ફક્ત ફેમિલી મેમ્બર્સ અને ખાસ ફ્રેન્ડ્સ સામેલ થયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, બે દિવસ પહેલા મહેંદી સેરેમની થઇ હતી. બીજી તરફ, આજે સાંજે વેડિંગ રિસેપ્શન છે. સોનિયા અને હિમેશ ઘણા વર્ષોથી લિવઇનમાં રહે છે. તેની પહેલા હિમેશ અને તેની ફર્સ્ટ વાઈફ કોમલના મેરેજના 22 વર્ષ પછી તલાક થયા હતા

3. હિમેશ રેશમિયા

ઉલ્લેખનીય છે કે, ફેમસ સિંગર હિમેશ રેશમિયા અને તેમની પત્ની કોમલે પરસ્પર સહમતિથી તલાક લઇ લીધા છે. તલાક પછી હિમેશે કહ્યું હતું કે, અમારા તલાક આપસી સહમતિથી થયા છે અને હું ને મારી પત્ની અમે બંને એકબીજાની રિસ્પેકટ કરીએ છે, બસ કેટલાક એવા કારણો હતા જેના કારણે અમે સાથે રહી શક્યા નહિ. હિમેશની પત્ની કોમલે પણ કહ્યું કે, તે અને હિમેશ એક સારા મોડ પર અલગ થઇ રહ્યા છે અને કદાચ તે જિંદગી ભર એકબીજાના સંપર્કમાં રહેશે અને એકબીજાના પરિવાર માટે હાજર રહેશે.

4. હિમેશ રેશમિયા

ખબર તો એવી પણ સામે આવી હતી કે, હિમેશ અને સોનિયાનું અફેર આ સંબંધને ખતમ હોવાનું કારણ જણાવવામાં આવી રહ્યું હતું. આ મુદ્દે કોમલે ચુપ્પી તોડી હતી. તેણે કહ્યું હતું કે, સોનિયા તેના માટે જવાબદાર નથી. તે ફેમિલી ફ્રેન્ડની જેમ છે. તેને વચ્ચે લાવવી યોગ્ય નથી. કોમલે એવું પણ કહ્યું કે, હિમેશની ફેમિલી તેને વધારે પ્રેમ કરે છે.

5. હિમેશ રેશમિયા

જ્યારે હિમેશને તેમના તલાક વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, રિલેશનશિપમાં એક-બીજાનો આદર કરવો બહુ જરૂરી છે અને આ કારણે અમે અલગ થઇ રહ્યા છીએ. અમારી ફેમિલીએ પણ અમારા તલાકનો સ્વીકાર કરી લીધો છે.

6. હિમેશ રેશમિયા

તમને જણાવી દઈએ કે, થોડા વર્ષ પહેલા હિમેશ અને ટીવી એક્ટ્રેસ સોનિયા કપૂરની વચ્ચે અફેરના ન્યૂઝ સામે આવ્યા હતા. તો બીજી તરફ, હિમેશ અને કોમલનું કહેવું છે કે, બંને પરસ્પર સહમતિથી અલગ થઇ રહ્યા છે. તલાકનો નિર્ણય કોઈ દબાણમાં લેવામાં આવ્યો નથી. અલગ થયા પછી પણ બંને એક-બીજાના પરિવારનો ભાગ બની રહેશે. તેની સાથે શિવમને બંને સાથે મળીને તેને મોટો કરવાનો નિર્ણય કર્યો છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY