હિના ખાને શેયર કર્યા વેકેશનના કેટલાક ખાસ ફોટોઝ

0
236

1. હિના ખાન

ટીવી એક્ટ્રેસ હિના ખાનનો દરેક લૂક ચર્ચામાં રહે છે. હિના ખાન ઘણીવાર ટ્રાવેલ કરતી હોય છે. તાજેતરમાં હિના તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. હિનાએ આ વેકેશનના કેટલાક ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા છે. આ ફોટોઝમાં હિના સ્ટાઈલીશ અંદાજમાં નજર આવી રહી છે.

2. હિના ખાન

ટીવીની ફેમસ એક્ટ્રેસ હિના ખાન અત્યારે કસોટી જિંદગી કી ૨ માટે ચર્ચામાં બનેલ છે. પ્રાપ્ત માહિતી મુજબ, હિના ખાન એકતા કપૂરની સિરીયલ કસોટી જિંદગી કી ૨ માં કોમોલિકાના રોલમાં નજર આવી રહી છે.

3. હિના ખાન

સોશિયલ મીડિયા પર ટ્રોલ થવું આજકાલ સેલિબ્રિટીઝ માટે સામાન્ય વાત થઇ ગઈ છે. ગ્લેમરથી ભરેલ દુનિયામાં જ્યાં સેલિબ્રિટીના વખાણ થતા હોય છે તો બીજી તરફ, ટ્રોલ્સ પણ થતા હોય છે. આવું જ કંઈ હિના ખાન સાથે પણ થતું રહે છે. બિગબોસ પછી જેમ-જેમ હિના ખાન ફેમસ થઇ તેમ-તેમ તે ટ્રોલ પણ થાય છે. જો કે, હિના ખાને હંમેશા ટ્રોલર્સને પોતાના અંદાજમાં જવાબ પણ આપ્યો છે.

4. હિના ખાન

૮ વર્ષ સુધી અક્ષરા બની દર્શકોના દિલ પર રાજ કરનાર હિના ખાન સતત ચર્ચામાં રહેતી હોય છે. સ્ટારપ્લસની સિરીયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ ને અલવિદા કહ્યા બાદ હિના ખાનની કિસ્મતે એવી પલટી મારી કે બધા હેરાન રહી ગયા.

5. હિના ખાન

તમને જણાવી દઈએ કે, હિના ખાન અવારનવાર તેના ફોટોશૂટની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. જેને જોઈ કહી શકાય કે, ટીવીની આ સીધી સાદી બહુ ‘ફેશન દિવા’ બની ગઈ છે.

6. હિના ખાન

બિગબોસ ૧૧ નો હિસ્સો બન્યા પછી હિના ખાન ઘણા ફેશન શો અને મેગેઝીન કવર પર નજર આવી ચૂકી છે. બિગબોસ દરમિયાન હિના ખાનને એક ફેશન આઇકોન તરીકે ઓળખવામાં આવી હતી. ફેશનના મામલે હિના ઘણી ટીવી એક્ટ્રેસને ટક્કર આપે છે.

7. હિના ખાન

ઉલ્લેખનીય છે કે, હિના ખાને તેના રિયલ લાઈફ બોયફ્રેન્ડ વિશે ખુલાસો કર્યો છે. હિના ખાને જણાવ્યું કે, તેની લાઈફમાં કોઈ છે જે તેના માટે વધારે સ્પેશિયલ છે. હિના ખાને તેના બોયફેન્ડ રોકી જયસ્વાલ વિશે જણાવતા કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે, રોકી મારા માટે ખાસ છે. અમે બહુ સારા ફ્રેન્ડ છીએ. આ સમયે હું મારી અંગત જિંદગી વિશે કંઈ કહેવા માંગતી નથી.

8. હિના ખાન

9. હિના ખાન

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY