બિગબોસની એક્સ કન્ટેસ્ટંટ Hina Khan એ કરાવ્યું ફોટોશૂટ

0
8597

1. Hina Khan

૮ વર્ષ સુધી અક્ષરા બની દર્શકોના દિલ પર રાજ કરનાર Hina Khan સતત ચર્ચામાં રહેતી હોય છે. સ્ટારપ્લસની સિરીયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ ને અલવિદા કહ્યા બાદ Hina Khan ની કિસ્મતે એવી પલટી મારી કે બધા હેરાન રહી ગયા. તમને જણાવી દઈએ કે, હિના ખાન અવારનવાર તેના ફોટોશૂટની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.

2. હિના ખાન

તાજેતરમાં હિના ખાને તેના ફોટોશૂટના કેટલાક ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે જેને જોઈ કહી શકાય કે, ટીવીની આ સીધી સાદી બહુ ‘ફેશન દિવા’ બની ગઈ છે. હિના ખાને ફોટોશૂટના જે ફોટોઝ શેયર કર્યા છે તેમાં તે પીળા અને લાલ રંગના સૂટમાં નજર આવી રહી છે.

3. હિના ખાન

બિગબોસ ૧૧ નો હિસ્સો બન્યા પછી હિના ખાન ઘણા ફેશન શો અને મેગેઝીન કવર પર નજર આવી ચૂકી છે. બિગબોસ દરમિયાન હિના ખાનને એક ફેશન આઇકોન તરીકે ઓળખવામાં આવી હતી. ફેશનના મામલે હિના ઘણી ટીવી એક્ટ્રેસને ટક્કર આપે છે. તાજેતરમાં હીના ખાને તેના ઇન્સ્ટાગ્રામ કેટલાક ફોટોઝ શેર કર્યા છે જેમાં તે વધારે સુંદર નજર આવી રહી છે.

4. હિના ખાન

હિના ખાન એટલે કે સિરીયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હે’ ની અક્ષરા ૨૦૦૯ થી ટેલીવિઝનની ફેવરેટ બહુઓમાં સામેલ થઇ હતી જે દરમિયાન તેનો શો સ્ટાર પ્લસ પર લોન્ચ થયો હતો. અત્યારે હિના ટીવીથી દૂર રહ્યા બાદ પણ હિના તેમના ફેંસને તેની અપડેટ જણાવતી રહે છે.

5. હિના ખાન

નાના પડદાની આ સુંદર અદાકારા તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલની સાથે ઘણી જગ્યાઓ પર વેકેશન એન્જોય કરતી જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે, હિના ખાને તેના રિયલ લાઈફ બોયફ્રેન્ડ વિશે ખુલાસો કર્યો છે. હિના ખાને જણાવ્યું કે, તેની લાઈફમાં કોઈ છે જે તેના માટે વધારે સ્પેશિયલ છે. હિના ખાને તેના બોયફેન્ડ રોકી જયસ્વાલ વિશે જણાવતા કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે, રોકી મારા માટે ખાસ છે. અમે બહુ સારા ફ્રેન્ડ છીએ. આ સમયે હું મારી અંગત જિંદગી વિશે કંઈ કહેવા માંગતી નથી.

6. હિના ખાન

થોડા સમય પહેલા હીના ખાનનું નામ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ ના ડિરેક્ટર નીરજ બલીયાન સાથે જોડાયું હતું. પરંતુ, આ વાતોને હિનાએ માત્ર એક અફવા જણાવી હતી. ત્યારબાદ અત્યારે હીનાનું નામ આ જ શોના એસપી જયવંત જયસ્વાલ ઉર્ફે ‘રોકી’ સાથે ચર્ચાઈ રહ્યું છે અને એવા પણ સમાચાર છે કે આ બંને ટૂંક સમયમાં લગ્ન પણ કરવાના છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY