બોયફ્રેન્ડનો શર્ટ પહેરી Hina Khan એ યુવતીઓ માટે કહી આ વાત!

0
740

1. Hina Khan

ટીવી એક્ટ્રેસ Hina Khan એ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ કેટલાક ફોટોઝ શેયર કર્યા છે. ફોટામાં Hina Khan એ તેના બોયફ્રેન્ડનો બ્લુ ચેક શર્ટ પહેર્યો છે. હિના ખાન ઘણીવાર તેના ‘ગર્લ પાવર’ વાળા સ્લોગનને લઈને ખૂબ ચર્ચામાં રહી હતી. ટીવી રિયાલીટી શો ‘ખતરો કે ખિલાડી’ ની લાસ્ટ સીઝનમાં હિના ખાન આ સ્લોગનને ખૂબ બોલતા નજર આવી હતી. તાજેતરમાં હિનાએ જે ફોટોઝ શેયર કર્યા છે તેની સાથે એક કેપ્શન પણ આપ્યું છે. કેપ્શનમાં હિના ખાને લખ્યું કે, વાય શુડ બોયઝ હેવ ઓલ ધ ફન’. ફક્ત યુવકોને જ ફન કરવાનો કોઈ અધિકાર નથી. અમે કંઈ પણ પહેરી શકીએ છીએ અને સેક્સી લાગી શકીએ છીએ. મેં છેલ્લે પ્રયત્ન તો કર્યો. #ગર્લપાવર આભાર રોકી આ શર્ટ માટે.

2. હિના ખાન

સલમાન ખાનના શો બિગબોસની એક્સ કન્ટેસ્ટંટ અને ફેમસ ટીવી એક્ટ્રેસ હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટોઝ શેયર કર્યા છે. હિના ખાને શેયર કરેલ લંડનના ફોટોઝમાં તે એકદમ સ્ટાઇલીશ અંદાજમાં નજર આવી રહી છે. તમને જણાવી દઈએ કે, હિના ખાને તાજેતરમાં એક મ્યુઝીક વિડીયોમાં પણ કામ કર્યું છે જે થોડા દિવસો પહેલા જ રીલીઝ થયો હતો. આ મ્યુઝીક વિડીયો હિના ખાનના ફેંસને ખૂબ પસંદ આવ્યો છે.

3. હિના ખાન

સોશિયલ મીડિયા પર ટ્રોલ થવું આજકાલ સેલિબ્રિટીઝ માટે સામાન્ય વાત થઇ ગઈ છે. ગ્લેમરથી ભરેલ દુનિયામાં જ્યાં સેલિબ્રિટીના વખાણ થતા હોય છે તો બીજી તરફ, ટ્રોલ્સ પણ થતા હોય છે. આવું જ કંઈ હિના ખાન સાથે પણ થતું રહે છે. બિગબોસ પછી જેમ-જેમ હિના ખાન ફેમસ થઇ તેમ-તેમ તે ટ્રોલ પણ થાય છે. જો કે, હિના ખાને હંમેશા ટ્રોલર્સને પોતાના અંદાજમાં જવાબ પણ આપ્યો છે.

4. હિના ખાન

૮ વર્ષ સુધી અક્ષરા બની દર્શકોના દિલ પર રાજ કરનાર હિના ખાન સતત ચર્ચામાં રહેતી હોય છે. સ્ટારપ્લસની સિરીયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ ને અલવિદા કહ્યા બાદ હિના ખાનની કિસ્મતે એવી પલટી મારી કે બધા હેરાન રહી ગયા. તાજેતરમાં હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટોઝ શેયર કર્યા છે જેમાં હિના વધારે હોટ અને બોલ્ડ નજર આવી રહી છે.

5. હિના ખાન

તમને જણાવી દઈએ કે, હિના ખાન અવારનવાર તેના ફોટોશૂટની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. જેને જોઈ કહી શકાય કે, ટીવીની આ સીધી સાદી બહુ ‘ફેશન દિવા’ બની ગઈ છે. બિગબોસ ૧૧ નો હિસ્સો બન્યા પછી હિના ખાન ઘણા ફેશન શો અને મેગેઝીન કવર પર નજર આવી ચૂકી છે. બિગબોસ દરમિયાન હિના ખાનને એક ફેશન આઇકોન તરીકે ઓળખવામાં આવી હતી. ફેશનના મામલે હિના ઘણી ટીવી એક્ટ્રેસને ટક્કર આપે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY