‘કસોટી જિંદગી કી ૨’ માં Hina Khan પ્લે કરશે કોમોલિકાનો રોલ

0
1079

1. Hina Khan

એકતા કપૂરે થોડા મહિના પહેલા તેની 17 વર્ષ જૂની સિરીયલની રીમેકની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે, આ સિરીયલ શ્વેતા તિવારી અને સીઝેન ખાન સ્ટારર ‘કસોટી જિંદગી કી’ છે અને બહુ જલ્દી એકતા આ સિરીયલને નવા અંદાજમાં દર્શકોની સામે રજૂ કરવાની છે. એક તરફ,જ્યાં આ સિરીયલમાં લીડ એક્ટ્રેસનો રોલ એરિકા ફર્નાડીઝ પ્લે કરવાની છે તો બીજી તરફ, અન્ય કલાકારોને લઈને નિર્માતાઓની વાતચીત ચાલી રહી છે.

2. હિના ખાન

જો વાત કરવામાં આવે કસોટી જિંદગીની તો આ સિરીયલમાં પ્રેરણા બાસુ, અનુરાગ બાસુ અને મિસ્ટર બજાજથી લઈને દરેક કિરદાર વધારે મહત્વપૂર્ણ હતો. બીજી તરફ, આ સિરીયલની ખૂંખાર વિલન કોમોલિકાને કેવી રીતે નજર અંદાજ કરી શકાય? થોડા દિવસ પહેલા આ કિરદારોને લઈને ઘણા નામ સામે આવ્યા હતા.

3. હિના ખાન

તો હવે કસોટી જિંદગી કી ૨ ને લઈને એવી ખબર સામે આવી રહી છે કે, દર્શકોનો ઉત્સાહ સાતમા આસમાન સુધી પહોચી જશે. પ્રાપ્ત માહિતી મુજબ, કોમોલિકાના કિરદાર માટે શોના નિર્માતાઓએ હિના ખાનને અપ્રોચ કરી છે.

4. હિના ખાન

આ શો સાથે જોડાયેલ એક સૂત્રએ જણાવ્યું કે, શોના નિર્માતા અને હિના ખાન આ સિરીયલ માટે વાતચીત કરી રહ્યા છે. નિર્માતા હિનાને આ સિરીયલનો ભાગ બનાવવા માટે વધારે ઉત્સુક છે. તે બહુ જલ્દી આ સિરીયલને સાઈન કરવાની છે.

5. હિના ખાન

૮ વર્ષ સુધી અક્ષરા બની દર્શકોના દિલ પર રાજ કરનાર હિના ખાન સતત ચર્ચામાં રહેતી હોય છે. સ્ટારપ્લસની સિરીયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ ને અલવિદા કહ્યા બાદ હિના ખાનની કિસ્મતે એવી પલટી મારી કે બધા હેરાન રહી ગયા.

6. હિના ખાન

તમને જણાવી દઈએ કે, હિના ખાન અવારનવાર તેના ફોટોશૂટની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. જેને જોઈ કહી શકાય કે, ટીવીની આ સીધી સાદી બહુ ‘ફેશન દિવા’ બની ગઈ છે.

7. હિના ખાન

બિગબોસ ૧૧ નો હિસ્સો બન્યા પછી હિના ખાન ઘણા ફેશન શો અને મેગેઝીન કવર પર નજર આવી ચૂકી છે. બિગબોસ દરમિયાન હિના ખાનને એક ફેશન આઇકોન તરીકે ઓળખવામાં આવી હતી. ફેશનના મામલે હિના ઘણી ટીવી એક્ટ્રેસને ટક્કર આપે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY