Video : CANNES 2018માં દીપિકા પાદુકોણના આ અંદાજે લોકોને કર્યા ઘાયલ

0
494

CANNES 2018માં દીપિકા પાદુકોણના આ અંદાજે લોકોને કર્યા ઘાયલ..

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ધમાકેદાર શરૂઆત થઇ ગઈ છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બીજા દિવસે ફાઈનલ રેડ કારપેટ અપીયરેન્સ દરમિયાન દીપિકા પાદુકોણ પર બધાની નજર અટકી હતી. શુક્રવારે દીપિકા પાદુકોણ કાન્સ ફિલ્મોત્સવના રેડ કારપેટ પર નજર આવી હતી. દીપિકા તે દરમિયાન વધારે સ્ટનિંગ લાગી રહી હતી.

દીપિકા પાદુકોણ આશી સ્ટુડિયોના પિંક કલરના આઉટફીટમાં સુંદર અને આકર્ષક લાગી રહી છે. આ પિંક આઉટફિટ સાથે દીપિકા પાદુકોણે પર્પલ હીલ્સની સાથે બોલ્ડ આઈ મેકઅપ કર્યો હતો જે તેના લુક્સને વધારે સુંદર બનાવી રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ૮ થી ૧૯ મે ૨૦૧૮ સુધી કરવામાં આવશે અને આ કાન્સનો ૭૧ મો વાર્ષિક ફિલ્મ ફેસ્ટિવલ છે. થોડા દિવસ પહેલા કંગના રનૌતે કાંસમાં ઇન્ડિયન પવેલિયનનું ઉદ્દઘાટન કર્યું અને પ્રસૂન જોશીની સાથે એક જરૂરી સત્રમાં ભાગ લીધો હતો.

બોલિવુડમાં હંમેશાથી કાન્સને લઈને અભિનેતાઓ વચ્ચે એક અલગ ઉત્સાહ જોવા મળે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા મોટા સ્ટાર્સ કાન્સના રેડ કારપેટ પર ચાલીને આપણા દેશનું નામ રોશન કર્યું છે.

loading...

NO COMMENTS

LEAVE A REPLY