ન્યૂયોર્કમાં કંઇક આવું છે Priyanka Chopra નું નવું હાઉસ

0
747

1. Priyanka Chopra  નું ન્યૂયોર્ક હાઉસ

બોલિવુડની દેસી ગર્લ Priyanka Chopra તેના સ્ટાઇલીશ અંદાજ માટે આખી દુનિયામાં ફેમસ છે. Priyanka Chopra  જે કંઈ કરે છે તે હેડલાઈન બની જાય છે. પ્રિયંકા સાથે જોડાયેલ દરેક વસ્તુ ખાસ હોય છે. તો પછી તેનું ઘર કેવી રીતે સામાન્ય હોઈ શકે.

2. પ્રિયંકા ચોપરાનું ન્યૂયોર્ક હાઉસ

પ્રિયંકા ચોપરાના ન્યૂયોર્ક સ્થિત ઘરની એક ઝલક સામે આવી છે. આ ફોટોઝ જોઈ તમારા હોશ ઉડી જશે. બોલિવુડથી લઈને હોલિવુડની રાહ પકડી ચૂકેલ ઇન્ડિયન સ્ટાર પ્રિયંકા ચોપરાનું આ ઘર વધારે ખાસ છે. તાજેતરમાં એક અમેરિકી ન્યૂઝે તેમના પોર્ટલ પર પ્રિયંકા ચોપરાના ન્યૂયોર્ક સ્થિત ઘરના કેટલાક ફોટોઝ શેયર કર્યા છે. આ ફોટોઝ જોઈ તમને એક તરફ હેરાની પણ થશે અને બીજી તરફ ગર્વ પણ થશે.

3. પ્રિયંકા ચોપરાનું ન્યૂયોર્ક હાઉસ

આ મુકામ માટે પ્રિયંકા ચોપરાએ ખૂબ મહેનત કરી છે. પ્રિયંકા ચોપરાનું આ ઘર ન્યૂયોર્ક સ્થિત પ્લશ એપાર્ટમેન્ટમાં છે. આ એપાર્ટમેન્ટના બીજા ફ્લોર પર પ્રિયંકા રહે છે. પ્રાપ્ત માહિતી મુજબ, ન્યૂયોર્ક પરત આવતા પ્રિયંકા બોયફ્રેન્ડ નિક જોનસની સાથે આ ઘરમાં શિફ્ટ થવાની છે.

4. પ્રિયંકા ચોપરાનું ન્યૂયોર્ક હાઉસ

બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અત્યારે તેના બોયફ્રેન્ડ નિક જોનસને લઈને ખૂબ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા પ્રિયંકા નિકની સાથે અમેરિકા રવાના થઇ હતી. નિકની સાથે ટાઈમ સ્પેન્ડ કરી પ્રિયંકા ચોપરા ભારત પરત આવી ગઈ છે. સલમાન ખાનની ફિલ્મ ભારતના શૂટિંગ માટે પ્રિયંકા ચોપરા ઇન્ડિયા પરત આવી છે.

5. પ્રિયંકા ચોપરાનું ન્યૂયોર્ક હાઉસ

ઉલ્લેખનીય છે કે,  પ્રિયંકા ચોપરાના અમેરિકી સિંગર નિક જોનસ સાથે રિલેશન ટ્રેન્ડીંગ ટોપિક બની ગયો છે. આ સિવાય જો નિકની વાત કરવામાં આવે તો તાજેતરમાં રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે, તે પ્રિયંકાને વધારે પસંદ કરે છે અને તેની સાથે મેરેજ કરવા માંગે છે. નિકનો પ્લાન પ્રિયંકાની સાથે સેટલ થવાનો છે. તો હવે જોવું રહ્યું પ્રિયંકા ચોપરા આ રિલેશનશિપને લઈને શું નિવેદન આપે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY