જાણો… ‘તારક મહેતા’ ફેમ દિલીપ જોશીની અંગત વાતો

0
2984

1. દિલીપ જોશી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ દર્શકોની પસંદિત સીરીયલ્સમાંથી એક છે. આ સીરીયલની કોમેડીની દીવાની આખી દુનિયા છે. આ સીરિયલે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સિરીયલ ઘણા વર્ષોથી લોકોના દિલ પર રાજ કરે છે અને આ સિરીયલની સફળતા પાછળ તેના કલાકારોનો મોટો હાથ છે.

2. દિલીપ જોશી

સબ ટીવીનો ફેમસ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આજે ઘરદીઠ ફેમસ છે. નાના બાળકોથી લઈને મોટા સુધી દરેક આ શો જોતા હોય છે. આ એક ફેમિલી શો છે. વર્ષ ૨૦૦૮થી શરૂ થયેલી આ સીરિયલે ઘણા રેકોર્ડ બનાવ્યો છે. શો માં જેઠાલાલ, દયાબેન અને તેમના પુત્ર ટપ્પુને દર્શકો દ્ધારા વધારે પસંદ કરવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું શોમાં જેઠાલાલનું કેરેક્ટર પ્લે કરી રહેલ દિલીપ જોશી વિશે…..

3. દિલીપ જોશી

જેઠાલાલ એટલે કે, દિલીપ જોશી ગુજરાતના પોરબંદરથી ૧૦ કિમી આગળ આવેલ ગોસા ગામના છે. દિલીપ જોશી મેરિડ છે અને તેમને બે બાળકો છે. એક પુત્ર અને એક પુત્રી. તે તેમના પરિવાર સાથે મુંબઈમાં રહે છે.

4. દિલીપ જોશી

દિલીપ જોશીએ ૧૨ વર્ષની ઉંમરથી થિયેટરમાં કામ કરવાનું શરુ કરી દીધું હતું. તેમને ફર્સ્ટ રોલ સ્ટેચ્યુનો મળ્યો હતો.

5. દિલીપ જોશી

દિલીપ જોશીને ત્યારબાદ ફિલ્મોમાં પણ કામ મળ્યું. તેમણે હમ આપકે હે કોન, ફિર ભી દિલ હે હિન્દુસ્તાની, ખિલાડી ૪૨૦, વન ટુ કા ફોર અને દિલ હે તુમ્હારા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

6. દિલીપ જોશી

સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ માં જેઠાલાલનો રોલ મળ્યા પહેલા એક વર્ષ સુધી દિલીપ જોશી પાસે કોઈ કામ હતું નહિ. તેમણે ખુદ એક ઈન્ટરવ્યુમાં આ વિશે ખુલાસો કર્યો હતી. ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં કંઈ પણ નિશ્ચિત નથી. તમે ભલે કેટલા મોટા સ્ટાર કેમ ના હોવ જ્યાં સુધી કામ છે ત્યાં સુધી તમે ટકી રહેશો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY