મેં એક્ટિંગ માટે જ જન્મ લીધો છે: રિધમ ભટ્ટ

0
748

1. રિધમ ભટ્ટ

સુપર ડુપર હિટ ફિલ્મ ”છેલ્લો દિવસ” માં ટીચર ની ભૂમિકા થી પ્રચલિત થયેલી રિધમ ભટ્ટ આજે પોતાની એક્ટિંગ-પર્સનાલિટી ના કારણે ખુબ ચર્ચા માં છે.ફિલ્મો-ડ્રામાં,સિરિયલો અને ઘણી કોમર્શિયલ એડ ફિલ્મો કરનાર આ અભિનેત્રી એ પોતાની એક અલગ ઓળખ પેદા કરી છે.બાળપણ થી જ એક્ટિંગ નો શોખ લઈ આગળ વઘી છે.પોતાની મેહનત-ધગશ ને કારણે આજે ” રિધમ ” ને લોકો ઓળખતા થઈ ગયા છે.બીકોમ,લૉ,ઉપરાંત લંડન થી હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ માં માસ્ટર્સ કર્યું હોવા છતાં રિધમે પોતાની કારકિર્દી એક્ટિંગ ક્ષેત્રે બનાવી.અમદાવાદી છોકરી એ પોતાના સપના ને હકીકત બનાવી-બની ગયી અભિનેત્રી

2. રિધમ ભટ્ટ

અભિનેત્રી રિધમ ભટ્ટ સાથે જીલાની પઠાણે કરેલી વાતચીત ના અંશો;

પ્રશ્ન:સૌ પ્રથમ બ્રેક કેવી રીતે મળ્યો?
ઉત્તર:સૌ પ્રથમ બ્રેક મેં જીએસસી બેંક ની એડ્વર્ટાઇઝ કરી ત્યારે મને ડ્રામાં નો ઓફર આવ્યો.એ પછી ઈટીવી ની ગૃહ લક્ષ્મી ના ટાઇટલ ટ્રેક થી મેં મારી શરૂઆત કરી હતી.

પ્રશ્ન:કેમ તમે એક્ટર બનવાનું વિચાર્યું?
ઉત્તર:મને બાળપણ થી જ એક્ટિંગ નો બહુ શોખ હતો.હું નાનપણ થી લોકોની કોપી કરતી હતી મને જરાય પણ સ્ટેજનો ડર નહોતો।મને લાગતું હતું કે હું એક્ટિંગ માટે જ જન્મી છું જીવીશ ત્યાં સુધી એક્ટિંગ કરીશ।

પ્રશ્ન:હમણાં સુધી તમે કેટલા નાટકો અને ફિલ્મો કરી છે
ઉત્તર:મેં હમણાં સુધી ઘણાં નાટકો-ફિલ્મો કરી છે જેમાં ગુજરાતી નાટકો-વાત બ્હાર જાય નહીં,વાઈફ નામે વાવાજોડું,ભોપાએ ભગો કર્યો,અમે ફૂલ તમે ડબલ ફૂલ,ત્રણ ડોબા તોબા તોબા અને વહુ હાઈફાઈ-સાસુ વાઇફાઇ સાથે સાથે ઘણી ફિલ્મો પણ મેં કરી છે જેવી કે,છેલ્લો દિવસ,લવ યુ યાર,રોમકોમ,પોલમ પોળ,ફેમિલી સર્કસ,મ્હારો ગોવિંદ(રાજસ્થાની ફિલ્મ)આઈ એમ બિન્ની-અ ડોટર ઓફ કચ્છ માં પણ મેં લિડીગ રોલ ભજવ્યો છે.આના સિવાય મેં કોમર્શિયલ એડ ફિલ્મો,ગવર્મેન્ટ એડ્વર્ટાઇઝ,ક્રાઇમ પેટ્રોલ અને સિમેરો-સિડી પ્લેય પણ કર્યો છે.મેં 11 ફિલ્મો અને 10 નાટક કર્યા છે.

3. રિધમ ભટ્ટ

પ્રશ્ન:ગુજરાતી ઇન્ડસ્ટ્રી ની સફળતા વિષે શું કહેશો?
ઉત્તર:ગુજરાતની ઓડિયન્સે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ને સારી રીતે વધાવી છે અને હું ખુબ ખુશ છું કે આટલી પ્રગતિ સારા સબ્જેક્ટ ગુજરાતને પ્રિઝેન્ટ કરનારી ગુજરાતી ફિલ્મો બને જેથી આપણી ઇન્ડસ્ટ્રી હજી ઘણી આગળ વધી શકે તેમ છે.
પ્રશ્ન:તમારો ફેવરિટ બોલીવુડ એકટર અને એકટર્સ કોણ છે?
ઉત્તર:મને વિધા બાલન,આલિયા ભટ્ટ,અને રાધિકા આપ્ટે વધુ ગમે છે અને એકટર માં નવાઝુદીન સીદીકી,અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન પસઁદ છે.

4. રિધમ ભટ્ટ

પ્રશ્ન:તમારું હમણાં સુધી નું સફર કેવો રહ્યો?
ઉત્તર:મારુ હમણાં સુધીનો સફર ખુબ સરસ રહ્યો।મારુ સપનું હતું કે હું એક્ટર બનું માટે હું આજે ખુબ ખુશ છું.

પ્રશ્ન:તમારી આગામી ફિલ્મો વિષે જણાવો?
ઉત્તર:મારી આગામી ફિલ્મો ,મ્હારો ગોવિંદ(રાજસ્થાની ફિલ્મ) આઈ એમ બિન્ની-અ ડોટર ઓફ કચ્છ આવી રહી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY