ટીવી એક્ટ્રેસ જેનિફર વિંગેટે કરાવ્યું સ્ટાઇલીશ ફોટોશૂટ

0
759

1. જેનિફર વિંગેટ

ટેલીવિઝનની ફેમસ એક્ટ્રેસ જેનિફર વિંગેટને દર્શક ‘ઝોયા’ ના રૂપમાં સિરીયલ ‘બેપનાહ’ ની અંદર ખૂબ પસંદ કરે છે. સિરીયલ સિવાય જેનિફર સોશિયલ મીડિયા પર પણ તેના ફેંસ સાથે જોડાયેલ રહે છે અને અવારનવાર તેના ફોટોઝ અને વિડીયોઝ ઇન્સ્ટાગ્રામ પર શેયર કરે છે. તાજેતરમાં સિરીયલ બેપનાહની એક્ટ્રેસે તેના ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક લેટેસ્ટ ફોટોશૂટ શેયર કર્યો છે. આ ફોટોશૂટમાં જેનિફરનો ગ્લેમરસ અંદાજ જોવા મળે છે.

2. જેનિફર વિંગેટ

ટીવી એક્ટ્રેસ જેનિફર વિંગેટનો જન્મ 30 મે, 1985ના રોજ ગોરેગાંવ, મુંબઇમાં થયો હતો. જેનિફરને તેના ઘરવાળા અને ખાસ મિત્ર જેનિફર સિવાય જેની, સ્નેહા અને ગંગાના નામથી પુકારે છે. જેનિફરે ૯ એપ્રિલે ૨૦૧૨ માં ટીવી એક્ટર કરણ સિંહ ગ્રોવર સાથે મેરેજ કર્યા હતા, પરંતુ આ મેરેજ લાંબા સમય સુધી ચાલી શક્યા નહિ અને વર્ષ ૨૦૧૪ માં બંને અલગ થઈ ગયા હતા.

3. જેનિફર વિંગેટ

જેનિફરે ૨૦૦૩ માં બાળકોની સિરીયલ ‘શાકા લાકા બૂમ બૂમ’ થી ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું. આ સિરીયલમાં તે પિયાના રોલમાં નજર આવી હતી.તે સમયે તેની ઉંમર લગભગ ૧૨ વર્ષની હતી.

4. જેનિફર વિંગેટ

જેનિફર ‘દિલ મિલ ગયે’, ‘સરસ્વતીચંદ્ર’, ‘શાકા લાકા બુમ બુમ’, ‘કુસુમ’, ‘કોઇ દિલ મેં હૈ’, ‘કસોટી જિંદગી કી’, ‘ક્યા હોગા નિમ્મો કા’, ‘સંગમ’, ‘કહીં તો હોગા’ અને ‘કૃતિકા’ જેવી સીરિયલ્સમાં જોવા મળી છે.

5. જેનિફર વિંગેટ

જેનિફરને ખાસ કરીને ‘કસોટી જિંદગી કી’માં સપોર્ટિંગ રોલ, ‘દિલ મિલ ગએ’ અને ‘સરસ્વતીચંદ્ર’માં લીડ રોલ માટે ઓળખવામાં આવે છે. 2013 અને 2014માં તેને ‘સરસ્વતીચંદ્ર’ માટે ઇન્ડિયન ટેલિવિઝન એકેડમીનો બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. આ સીરિયલમાં તે કુમુદ સુંદરીના પાત્રમાં જોવા મળતી.

6. જેનિફર વિંગેટ

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY