મેગેઝીન માટે જાહનવી કપૂરે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ

0
229

1. જાહનવી કપૂર

શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જાહનવી કપૂર તેની ડેબ્યુ ફિલ્મ પહેલાથી ચર્ચામાં હતી અને ડેબ્યુ બાદ પણ જાહનવીને લઈને કોઈના કોઈ ખબર સામે આવતી હોય છે. ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ‘ધડક’ થી ડેબ્યુ કરનાર જાહનવી કપૂર ફેશનને લઈને પણ વધારે એલર્ટ નજર આવે છે. તાજેતરમાં જાહનવી ‘વોગ’ ના કવર પર નજર આવી હતી. ત્યારબાદ જાહનવી હવે grazia india મેગેઝીનના સપ્ટેમ્બરના એડિશનમાં કવર ગર્લના રૂપમાં નજર આવી રહી છે.

2. જાહનવી કપૂર

જાહનવી કપૂરે તેની ફર્સ્ટ ફિલ્મ ધડકથી સાબિત કર્યું છે કે, તે બોલિવુડમાં લોંગ ટાઈમ સુધી ટકશે. જાહનવી હવે કમ્પ્લીટ ફિલ્મ એક્ટ્રેસ બની ચૂકી છે. તાજેતરમાં તેણે એક ફેશન શો દરમિયાન રેમ્પ પર પણ પોતાની દસ્તક આપી છે.

3. જાહનવી કપૂર

જાહનવી કપૂર અને ઈશાન ખટ્ટર બોલિવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી નવી ફિલ્મી જોડી છે. આ જોડીને દર્શકોએ થોડા દિવસ પહેલા જ ડિરેક્ટર શશાંક ખેતાનની હીટ ફિલ્મ ‘ધડક’ માં જોયા છે. બંનેને દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળ્યો છે. પરિણામે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી છે.

4. જાહનવી કપૂર

જાહનવી કપૂર સોશિયલ મીડિયા પર પણ ઘણી ફેમસ છે અને ઘણીવાર તે પોતાના ફોટા શેર કરતી રહે છે. શ્રીદેવીની મોટી પુત્રી જાહનવી કપૂર બોલિવુડમાં એન્ટ્રી કર્યા પહેલા તેના હોટ ફોટાના કારણે લાઈમ લાઈટમાં રહી છે.

5. જાહનવી કપૂર

જાહનવી કપૂરના વર્કફ્રંટની વાત કરવામાં આવે તો તે બહુ જલ્દી કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’ નું શૂટિંગ શરુ કરશે. આ ફિલ્મમાં જાહનવી કપૂર સિવાય રણવીર સિંહ, કરીના કપૂર ખાન, અનિલ કપૂર, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, ભૂમિ પેડનેકર નજર આવશે. કરણ જોહરની આ એક પીરીયડ ડ્રામા ફિલ્મ છે.

6. જાહનવી કપૂર


(Photo Courtesy: graziaindia)

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY