ફિલ્મ ‘કલંક’ ના શૂટિંગ દરમિયાન ખરાબ રીતે ઘાયલ થયા વરુણ ધવન

0
270
Varun Dhawan

ફિલ્મ ‘સુઈ ધાગા’ પછી વરુણ ધવનનું પૂરું ધ્યાન અત્યારે તેમની આવનારી ફિલ્મ ‘કલંક’ પર છે. આ ફિલ્મનું શૂટિંગ હજુ ચાલુ છે અને તેના માટે વરુણ ધવન ખૂબ પરિશ્રમ કરી રહ્યા છે. કમ સે કમ આ ફોટો તેની ગવાહી આપી રહ્યો છે. આ ફોટાને ખુદ વરુણ ધવને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્ધારા શેયર કર્યો છે. વરુણ ધવને આ ફોટો શેયર કરતા લખ્યું કે, કલંક યુધ્ધના નિશાન, શરુ તુને કિયા ખતમ મેં કરુંગા, ધ રીયલ ડીલ. વરુણ ધવનનો આ ફોટો જોયા પછી અમને વિશ્વાસ છે કે, કરણ જોહરના પ્રોડક્શનમાં બનનારી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે.

પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મના સેટ સાથે જોડાયેલ નજીકના સૂત્રોએ જાણકારી આપતા આ સીન વિશે જણાવ્યું છે. આ એક ઇન્ટેન્સ સીન હતો જ્યાં વરુણે તેમના સાથી સ્ટાર એક્ટરને ઉઠાવી પટકવાના હતા. તેમણે ખોટી રીતે વરુણને ઉઠાવ્યા અને તેમનો હાથ ખૂબ ખરાબ રીતે ઘાયલ થયો હતો. ત્યારબાદ વરુણ ફિલ્મના શૂટિંગમાંથી બ્રેક લઇ રહ્યા નથી. કારણકે અભિષેક આ ફિલ્મના શૂટિંગ શેડ્યુલને મોનસૂન પૂર્ણ થયા પહેલા શૂટ કરી લેવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે, સંજય દત્ત, માધુરી દીક્ષિત, સોનાક્ષી સિન્હા, આલિયા ભટ્ટ, વરુણ ધવન અને આદિત્ય રોય કપૂર એક જ ફિલ્મમાં નજર આવશે. જી હાં, આ સત્ય છે. ફિલ્મ ડિરેક્ટર અભિષેક વર્મનના નિર્દેશનમાં બની રહેલ ફિલ્મ કલંકમાં આ ૬ દિગ્ગજ નજર આવશે. આ એક એપિક ડ્રામા ફિલ્મ છે જે ૧૯૪૦ ના દશકની પૃષ્ઠભૂમિમાં રચવામાં આવી છે. આ ફિલ્મનો આઈડિયા કરણ જોહર અને તેમના પિતાને ૧૫ વર્ષ પહેલા આવ્યો હતો અને હવે તે આ ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. કલંક 19 એપ્રિલ ૨૦૧૯ ના રોજ રિલીઝ કરવામાં આવશે. ત્રણ હીટ પ્રોડ્યુસર ફોકસ સ્ટાર સ્ટુડિયોઝ, ધર્મા પ્રોડક્શન્સ અને નાડિયાદવાલા ગ્રાંડસન એન્ટરટેનમેન્ટ મળીને તેને બનાવી રહ્યા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY