Movie Review: જાણી લો કેવી છે કમલ હસનની ફિલ્મ ‘Vishwaroopam 2’

0
175
Vishwaroopam 2

વર્ષ ૨૦૧૩ માં જ્યારે કમલ હસનની ફિલ્મ Vishwaroopam રિલીઝ થઇ હતી તો દરેક તરફ કોન્ટ્રોવર્સીનો માહોલ બની ગયો હતો. હવે પાંચ વર્ષ બાદ આ ફિલ્મનો બીજો પાર્ટ રિલીઝ થયો છે. આ વખતે આ ફિલ્મને લઈને કોઈ વિવાદ સામે આવ્યો હતો નહિ. તો આવો જાણીએ ફિલ્મ ‘Vishwaroopam 2’ ના રીવ્યુ વિશે.

ફિલ્મની સ્ટોરી રો એજન્ટ મેજર વિશામ અહેમદ કશ્મીરી (કમલ હસન) ની છે જેની પત્ની નિરુપમા (પૂજા કપૂર) છે. વિશામ જ્યારે અલકાયદાના મિશનથી વિશ્વરૂપમ ૧ માં નીકળે છે તો ત્યાંથી ફિલ્મની સ્ટોરી શરુ થાય છે. વિશામને આ વખતે પણ મિશન હેઠળ ઉમર કુરૈશી (રાહુલ બોઝ) દ્ધારા ફેલાવામાં આવેલ આતંકવાદને ખતમ કરવાનું છે. મિશનમાં તેની મુલાકાત અલગ-અલગ પ્રકારના લોકો અને ઘટનાઓ સાથે થાય છે, જેનો સામનો કરતા વિશામને ઘણી તકલીફોનો સામનો પણ કરવો પડે છે. તે દરમિયાન સ્ટોરીમાં સલીમ (જયદીપ અહલાવત) વિશામની માતા (વહીદા રહેમાન), કર્નલ જગન્નાથ (શેખર કપૂર) અને અન્ય કિરદારોની પણ એન્ટ્રી થાય છે. ફિલ્મની સ્ટોરીમાં ઘણા ઉતાર-ચઢાવ પણ નજર આવે છે. તો શું ઉમર કુરૈશીના ફેલાયેલા આતંકવાદને વિશામ ખતમ કરી શકશે? ફિલ્મની સ્ટોરીમાં આગળ શું થાય છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મની સ્ટોરી ટીપીકલ કમલ હસન સ્ટાઈલની છે. ફિલ્મમાં હાય ઓક્ટેન એક્શન દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જે આકર્ષણનું કેન્દ્ર છે. ફિલ્મનું ડિરેક્શન શ્રેષ્ઠ છે અને સિનેમેટોગ્રાફી સાથે-સાથે લોકેશન પણ કમાલનું છે. કમલ હસન દ્ધારા બોલવામાં આવેલ કેટલાક સંવાદ પણ ખૂબ મજબૂત છે. ફિલ્મની નબળી કડી તેમાં સમય-સમય પર આવનાર ફ્લેશ બેક છે જે તમને કન્ફયુઝ કરી શકે છે. જો કે, ફિલ્મની શરુઆતમાં વિશ્વરૂપમ ૧ વિશે કેટલીક વાતો જણાવવામાં આવી છે પરંતુ ફિલ્મ જોતા સમયે તમારે તેની પહેલાના ભાગ સાથે સંપૂર્ણ રીતે પરિચિત થવું જોઈએ. આ ફિલ્મ તમને ટીપીકલ સાઉથ ઇન્ડિયાની ફિલ્મોની યાદ અપાવશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY