Cannes Film Festival 2018: કંગના રનૌતનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ

0
3824

1. Cannes Film Festival 2018

Cannes Film Festival  ફિલ્મ અને ફેશનનો પોતાનામાં અલગ કોકટેલ છે. જેટલી ચર્ચા ભારતમાં ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન બતાવવામાં આવતા ફિલ્મોની નથી થતી તેટલી ચર્ચા Cannes Film Festival માં રેડ કારપેટ પર અભિનેત્રીઓના ડ્રેસની કરવામાં આવે છે. કદાચ આ જ કારણ છે કે, અભિનેત્રીઓ પણ અવસર પર પોતાના આઉટફિટસ દ્ધારા બધા કરતા અલગ દેખાવવાનો પ્રયત્ન કરતી હોય છે.

2. કંગના રનૌત

બોલિવુડ એક્ટ્રેસીસ પોતાના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજથી રેડ કારપેટ પર ચાર ચાંદ લગાવી દે છે. કંગના રનૌતની વાત કરવામાં આવે તો તેણે તેના રેડ કારપેટ અપીયેરન્સ દરમિયાન સિલ્વર કેટસૂટ પહેરી બધાને ચોંકાવી દીધા હતા. તે સિવાય પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કંગના ડિફરન્ટ બોલ્ડ લૂકમાં નજર આવી હતી. જેના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

3. કંગના રનૌત

ઉલ્લેખનીય છે કે, કંગના રનૌતે ૧૦ મેના રોજ કાન્સમાં ડેબ્યુ કર્યું હતું. રેડ કારપેટ પર જુહૈર મુરાદના ડિઝાઈનર લાઈટ ગ્રે કલરના ટ્રાન્સપરંટ ગાઉનમાં કંગનાએ વોક કર્યું હતું. કંગનાએ તેના હેર કર્લ કર્યા હતા. કંગના કોઈ જ્વેલરી વગર ન્યૂડ મેકઅપમાં નજર આવી હતી.

4. કંગના રનૌત

બોલિવુડમાં હંમેશાથી કાન્સને લઈને અભિનેતાઓ વચ્ચે એક અલગ ઉત્સાહ જોવા મળે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા મોટા સ્ટાર્સ કાન્સના રેડ કારપેટ પર ચાલીને આપણા દેશનું નામ રોશન કર્યું છે. આ વર્ષે કાંસમાં એશ્વર્યા રાય બચ્ચન, દીપિકા પાદુકોણ, સોનમ કપૂર, પ્રિયંકા ચોપરા અને કંગના રનૌત તેની અદાઓથી જલવો વિખેરતા નજર આવશે.

5. કંગના રનૌત

તમને જણાવી દઈએ કે, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ૮ થી ૧૯ મે ૨૦૧૮ સુધી કરવામાં આવશે અને આ કાન્સનો ૭૧ મો વાર્ષિક કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ છે. થોડા દિવસ પહેલા કંગના રનૌતે કાંસમાં ઇન્ડિયન પવેલિયનનું ઉદ્દઘાટન કર્યું અને પ્રસૂન જોશીની સાથે એક જરૂરી સત્રમાં ભાગ લીધો હતો.

6. કંગના રનૌત

કંગનાને અહીં તેની ફિલ્મ ક્વીન માટે આમંત્રિત કરવામાં આવી છે. કંગનાની કાન્સ ફેસ્ટિવલની તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. કંગના રનૌતે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ ૨૦૦૬ની ફિલ્મ ‘ગેંગસ્ટર’થી કરી હતી. આ ફિલ્મની સફળતા બાદ ઘણી બધી ફિલ્મો તેને મળી હતી. જેવી કે ‘વો લમ્હે’, ‘ફેશન’, ‘લાઈફ ઈન મેટ્રો’, ‘તનુ વેડ્સ મનુ’, ‘ક્વીન’, ‘તનુ વેડ્સ મનુ રીટર્ન્સ’, જેવી સફળ ફિલ્મો સામેલ છે. આગળ જુઓ વધુ ફોટોઝ…

7. કંગના રનૌત

8. કંગના રનૌત

9. કંગના રનૌત

 

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY