૫ વર્ષ બાદ આ ખાસ અંદાજમાં મોટા પડદા પર નજર આવશે Kareena અને સૈફ

0
379
Kareena Kapoor

બોલિવુડ એક્ટ્રેસ Kareena Kapoor અને સૈફ અલી ખાન તાજેતરમાં લંડનમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે. તેમના કેટલાક ફોટોઝ પણ વાયરલ થયા હતા. જેમાં તેઓ રેસ્ટોરન્ટમાં લંચ કરતા નજર આવી રહ્યા હતા. કરીના અને સૈફ ખાનને લઈને હવે એવી ખબર સામે આવી રહી છે કે, ૫ વર્ષ બાદ બંને મોટા પડદા પર સાથે નજર આવશે. પ્રાપ્ત માહિતી મુજબ, Kareena Kapoor અને સૈફ અલી ખાન એક ઇન્ટરનેશનલ બ્રાંડ માટે લંડનમાં કોમર્શિયલ શૂટિંગ કરશે. જેનું શૂટિંગ ગુરુવારે અને શુક્રવારે લંડનમાં થશે. આ કોન્સેપ્ટ ફિટનેસને લઈને છે. જેમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર નજર આવશે.

પ્રાપ્ત માહિતી મુજબ, બંને આ મહિનાના અંત સુધી મુંબઈ પરત આવશે. સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન પ વર્ષ પહેલા લાસ્ટ ટાઈમ મોટા પડદા પર નજર આવ્યા હતા. બીજી તરફ, એવી પણ ખબર છે કે સૈફ અલી ખાન બહુ જલ્દી સોશિયલ મીડિયા જોઈન્ટ કરવાના છે. તો કરીના કપૂરની ફિલ્મ વીરે દી વેડિંગ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. જો કે, કરીના કપૂર એક એવી એક્ટ્રેસ છે જેને ઘરે બેસી રહેવું પસંદ નથી. આ કારણે તે હંમેશા કોઈને કોઈ ખબરના કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક પતિ સૈફ સાથે લંચ ડેટ પર તો ક્યારેક તેની ગર્લગેંગ સાથે એન્જોય કરતા.

રીલ હોય કે રીયલ લાઈફ, કરીના કપૂર કોઈના કોઈ વાતને લઈને ચર્ચામાં હોય છે. ક્યારેક તે પુત્ર તૈમૂરની સાથે દેખાય છે તો ક્યારેક તે તેની ખાસ ફ્રેન્ડ અમૃતા અરોડા સાથે. ગયા વર્ષે ૨૦ ડિસેમ્બરે બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાને તૈમુરને જન્મ આપ્યો હતો. તેની સાથે જ તેમની ફેમિલીમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કરીના કપૂરે તેના પુત્રના જન્મની સાથે તેના નામ તૈમુરનો ખુલાસો કર્યો હતો. પરંતુ તૈમુરના નામને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ શરુ થઇ ગયો હતો. ત્યારબાદ કરીના અને સૈફ અલી ખાને તૈમુર નામના વિવાદ પર લોકોને કરારો જવાબ આપ્યો હતો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY