‘Naagin 3’નો નવો પ્રોમો રિલીઝ, કરિશ્મા તન્ના-અનિતા હસનંદાનીનો જોવા મળ્યો અલગ અંદાજ

0
743
Naagin 3

સિરીયલ ‘નાગિન’ સીરીઝની ત્રીજી સીઝન આજકાલ ખૂબ ચર્ચામાં છે. અત્યારે આ સિરીયલનું શૂટિંગ જોરો-શોરોથી ચાલી રહ્યું છે. ‘Naagin 3’ ના ફર્સ્ટ પ્રોમોએ ધમાલ મચાવ્યા પછી દર્શકોનો ઉત્સાહ વધારવા માટે શોના નિર્માતાઓએ નવો પ્રોમો રિલીઝ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, લાસ્ટ પ્રોમોમાં જોયું હતું કે, નાગરાજની હત્યા થઇ જાય છે અને કરિશ્મા તન્ના એટલે કે નાગિન સાથે દુર્વ્યવહાર થાય છે અને તે કોઈપણ હદ સુધી જવા માટે તૈયારી કરે છે. તમને જણાવી દઈએ કે, નવા પ્રોમોમાં કરિશ્માની સાથે-સાથે અનિતા હસનંદાનીના રોલ પર પણ વધારે ફોકસ કરવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે સુરભી જ્યોતિની તો આ પ્રોમોમાં તેની ઝલક પણ જોવા મળતી નથી પરંતુ એટલું નક્કી છે કે, ત્રણ અલગ-અલગ રૂપમાં નાગિન તેનો બદલો લેશે. પ્રોમોમાં જોઈ તમે અંદાજો લગાવી શકો છો કે, સીઝન ૩ ધમાલ મચાવવા માટે તૈયાર છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ સીઝનને ૨ જૂનથી લોન્ચ કરવામાં આવશે. પર્લ વી પૂરી સુરભિ જ્યોતિની અપોઝીટ નજર આવશે. બીજી તરફ, ચેતન હંસરાજ, રક્ષંદા ખાન, પવિત્રા પુનિયા અને મીથીલ જૈન પણ આ સિરીયલમાં મહત્વના રોલમાં નજર આવશે. છેલ્લા કેટલાક મહિનાથી દર્શકોની વચ્ચે ‘નાગિન ૩’ ને લઈને જે દિવાનગી જોવા મળી રહી છે તેના પરથી તો એવું કહી શકાય કે, આ શો રીલીઝ થયા પહેલા જ હીટ થઇ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, એકતા કપૂરની મોસ્ટ અવેટેડ ટીવી સિરીયલ નાગિનની ત્રીજી સીઝનનો ઓફિશિયલ લૂક જારી થઇ ગયો છે. એકતા કપૂર ઇન્સ્ટાગ્રામ પર હિટ ટીવી શો નાગિનની નવી સીઝન નાગિન ૩માં લીડ એક્ટ્રેસ એટલે કે, નવી નાગિનનો લૂક શેર કર્યો છે. આ વખતે નાગિન ૩ ની નાગિન બની છે બિગબોસ ફેમ કન્ટેસ્ટંટ કરિશ્મા તન્ના. કરિશ્માનો નાગિન લૂક જૂની નાગિનથી એકદમ અલગ છે. આ વખતે નાગિન ગોલ્ડ શિમર નહિ પરંતુ ડાર્ક શેડ ડ્રેસમાં નજર આવશે. કરિશ્મા તન્નાના આ લૂકને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY