Khatron Ke Khiladi 9 માંથી કટ થયું હર્ષ લિમ્બાચિયાનું પત્તુ, ભારતી સિંહ હજુ રેસમાં સામેલ

0
252
Khatron Ke Khiladi

‘Khatron Ke Khiladi’ ની ૯ મી સીઝન વધારે ધમાકેદાર રહેવાની છે. તેના બે કારણ છે. પહેલું કારણ આ શોમાં આ વખતે એકથી એક ચઢિયાતા પ્રતિયોગી છે અને બીજુ આ પ્રતિયોગીઓમાંથી સતત એવા લોકોના પત્તા શોમાંથી કટ થઇ રહ્યા છે. જેને દર્શક વિજેતાના પ્રમુખ દાવેદાર માની રહ્યા હતા. થોડા સમય પહેલા એવી ખબર સામે આવી હતી કે, ખતરો કે ખિલાડી ૯ માંથી વિકાસ ગુપ્તાને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. આ ખબર સાંભળી બધા આશ્ચર્યચકિત થઇ ગયા. ત્યારબાદ ખબર આવી કે, વિકાસ ગુપ્તાના ખભા પર ગંભીર ઈજા આવી છે. જેના કારણે ‘ખતરો કે ખિલાડી ૯’ ના નિર્માતાઓએ તેને ઘર જવાનું ફરમાન સંભળાવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વિકાસ ગુપ્તા બાદ હર્ષ લિમ્બાચિયાનું પત્તુ શોમાંથી કટ થઇ ગયું છે. તે ટાસ્કમાં સારું પ્રદર્શન કરી શક્યા નહિ જેના કારણે તેમને ફિનાલેના થોડા દિવસ પહેલા શોમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.જો તમે વિચારી રહ્યા છો કે, હર્ષ લિમ્બાચિયાને ગેમમાંથી આઉટ કર્યા બાદ ભારતી સિંહનું શું થશે તો તમને જણાવી દઈએ કે, તે હજુ ‘ખતરો કે ખિલાડી ૯’ ની દોડમાં સામેલ છે. તે શોમાં સારું પરફોર્મ કરી રહી છે, જેના કારણે ઘણા પ્રતિયોગીઓ તેને શોની વિજેતાની મોટી દાવેદાર માનવામાં આવે છે. જો કે, શોમાં ટ્વીસ્ટ લાવવા માટે નિર્માતાઓએ એલી ગોની અને આદિત્ય નારાયણની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરાવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, એલી અને આદિત્ય શોમાં બચેલા પ્રતિયોગીઓને કડક ટક્કર આપશે.

ખતરો કે ખિલાડી સીઝન ૯ નું શૂટિંગ અત્યારે આર્જેન્ટીનામાં ચાલી રહ્યું છે. ઘણા ફેમસ સેલેબ્સ આ વખતે શોમાં સ્ટંટ કરતા નજર આવશે. ટીવી પર શો જાન્યુઆરીના મિડ વીકથી શરુ થશે. શોને દર વખતની જેમ આ વખતે પણ રોહિત શેટ્ટી હોસ્ટ કરશે. આ સીઝનનું શૂટિંગ ૧૫ જુલાઈથી શરુ થયું છે. તમને જણાવી દઈએ કે, ફેમસ અમેરિકી રિયાલીટી શો ફીયર ફેક્ટરના આ હિન્દુસ્તાની વર્ઝનની શરૂઆત ૨૦૦૬ માં થઇ હતી. ટેલીવિઝનના સ્ટંટ બેઝ આ રિયાલીટી શોને રોહિત શેટ્ટી હોસ્ટ કરે છે. દર વર્ષે ટીવી અને ખેલ દુનિયા સાથે જોડાયેલ ફેમસ ચહેરા ખતરો કે ખિલાડી શોનો ભાગ બને છે. શોની ૮ મી સીઝન વધારે હીટ રહી હતી. ૮ મી સીઝન શાંતનુ માહેશ્વરીએ જીત્યો હતો.

 

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY