પાંચ વર્ષ બાદ Krushna Abhishek ને આવી કપિલ શર્માની યાદ, મેસેજ કરીને કહી આ મોટી વાત

0
879
Krushna Abhishek

Krushna Abhishek અને કપિલ શર્માને હંમેશાથી એક-બીજાને કોમ્પિટીટર માનવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બંને વચ્ચે ઘણા વર્ષોથી કોલ્ડવોર ચાલી રહ્યો છે, જે કદાચ ક્યારેય ખતમ થશે નહિ. જો કે, કૃષ્ણા અભિષેક અનુસાર એવું કંઈ નથી. Krushna Abhishek મુજબ, તેણે ક્યારેય કપિલ શર્મા વિશે ખોટું વિચાર્યું નથી અને જરૂર પડવા પર તે કપિલની સાથે કામ કરવા પણ તૈયાર છે. એક ઈન્ટરવ્યુમાં કૃષ્ણા અભિષેકે જણાવ્યું કે, જ્યારે કપિલ શર્માની તબિયત ખરાબ હતી તો હું વધારે પરેશાન હતો. હું ભલે કપિલ શર્માના સારા ફ્રેન્ડસની યાદીમાં આવતો નથી પરંતુ કપિલને બીમાર જોઈ મને ખૂબ દુખ થઇ રહ્યું છે. મેં તેને લગભગ ૫ વર્ષ પછી મેસેજ કર્યો અને કહ્યું કે, જો તારી ઈચ્છા હોય તો હું અને તુ સાથે કામ કરી શકીએ છીએ. કપિલે ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા કોમેડિયન્સને તક આપી છે. આ કારણે હું તેની ઈજ્જત કરું છુ.

કૃષ્ણાએ કોમડી સર્કસના દિવસોને યાદ કરતા જણાવ્યું કે, કપિલે કોમેડી સર્કસ છોડી દીધો અને પોતાનો શો શરુ કર્યો. લોકોએ તેને પસંદ કર્યો અને તે જોત જોતામાં સુપરસ્ટાર બની ગયો. અમે બધા તે સમયે લાઈફ ઓકે પર કોમેડી કલાસીસ નામનો શો કરી રહ્યા હતા. ઘણા દર્શકોએ અમને કહ્યું કે, આપણે કપિલ જેમ કંઇક નવું ટ્રાય કેમ નથી કરતા. ફેમસ કોમેડિયન કપિલ શર્મા છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ઘેરાયેલા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કપિલ શર્મા એરપોર્ટ પર સ્પોટ થયા હતા અને તેમના કેટલાક ફોટોઝ સામે આવ્યા હતા. ફોટામાં કપિલ શર્માનું વજન વધેલું નજર આવી રહ્યું હતું અને તેને ઓળખી શકાતા નથી. કોમેડી શો દરમિયાન મોટા-મોટા સ્ટાર પણ કપિલના સ્માર્ટ લૂકના વખાણ કરતા નજર આવ્યા હતા પરંતુ હવે કપિલ શર્માનું વજન વધી ગયું છે. લાંબા સમયથી કપિલ શર્મા ક્યાય નજર આવી રહ્યા નથી.

કપિલ શર્મા કોમેડી કિંગ કરતા વધારે અત્યારે વિવાદોના બાદશાહ બની બેઠા છે. ક્યારેક કપિલ શર્માની ટ્વીટ ચર્ચામાં રહે છે ક્યારેક નવો શો બંધ થવાની ખબર. આ મુશ્કેલીના સમયમાં કેટલાક એવા સેલેબ્સ છે જે કપિલના સપોર્ટમાં આવ્યા છે. તેમાં ભાભીજી ફેમ શિલ્પા શિંદે, કપિલની ઓન સ્ક્રીન બુઆજી ઉપાસના સિંહ અને કોમેડિયન કૃષ્ણા અભિષેક સામેલ છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY