Photos: એકવાર ફરીથી બેબી બંપ સાથે સ્પોટ થઇ Mira Rajput

0
825

1. Mira Rajput

બોલિવુડ એક્ટર શાહિદ કપૂરની પત્ની Mira Rajput બીજીવાર પ્રેગ્નન્ટ છે. તેની માહિતી ખુદ શાહિદે સોશિયલ મીડિયા દ્ધારા ફેંસની સાથે શેયર કરી હતી. તાજેતરમાં શાહિદ અને Mira Rajput ડિનર ડેટ પર સ્પોટ થયા હતા.

2. મીરાં રાજપૂત

ડેટ પર શાહિદ મીરાંની સંભાળ કરી રહ્યો હતો અને પ્રોટેકટીવ પતિ તરીકે નજર આવી રહ્યો હતો. બીજી તરફ, તે દરમિયાન મીરાં બેબી બંપ સાથે સ્પોટ થઇ હતી. ત્યારબાદ એકવાર ફરીથી મીરાં બેબી બંપ સાથે સ્પોટ થઇ છે. અહીં તેની સાથે મીશા કે શાહિદ નજર આવ્યા નહિ.

3. મીરાં રાજપૂત

છેલ્લા કેટલાક સમયથી બોલિવુડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરાં રાજપૂતની ઘણી તસવીરો સામે આવી રહી હતી જેને જોઈ એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે, તે પ્રેગ્નન્ટ છે. તાજેતરમાં શાહિદ અને મીરાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી આ વાત કન્ફર્મ પણ કરી હતી.

4. મીરાં રાજપૂત

હવે મીરાંના કેટલાક ફોટોઝ સામે આવ્યા છે જેમાં તે બેબી બંપ ફ્લોન્ટ કરતા નજર આવી હતી.તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા શાહિદ અને મીરાએ તેમના બીજા બાળક વિશે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી જણાવ્યું હતું. પોસ્ટમાં તેમની પુત્રી મીશાની તસ્વીર છે અને બલૂનનું ચિત્ર છે. તેમજ તેની સાથે લખ્યું છે – મોટી બહેન. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ આવતા જ ફેંસે તેમને શુભેચ્છા પાઠવવાનું શરુ કરી દીધું છે.

5. મીરાં રાજપૂત

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત ઘણીવાર પુત્રી મીશા સાથે ક્યારેક એરપોર્ટ પર તો ક્યારેક રેસ્ટોરન્ટની બહાર સ્પોટ થાય છે. બંને તેમના પેરેન્ટહુડને વધારે એન્જોય કરે છે. શાહિદ કપૂર ઘણીવાર તેમની પુત્રીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે. ભલે શાહિદ કપૂર અને મીરાં રાજપૂતનાં અરેંજ મેરેજ હોય પરંતુ બંનેને એક સાથે જોઈ ક્યારેય એવું લાગતું નથી. તેમનો પ્રેમ દિવસે-દિવસે વધી રહ્યો છે અને મેરેજ પછી બંનેની કેમેસ્ટ્રી પણ વધારે મજબૂત થઇ ગઈ છે.

6. મીરાં રાજપૂત

તમને જણાવી દઈએ કે, બીજા બાળકને લઈને શાહિદે કહ્યું હતું કે, મીરા હજુ ૨૪ વર્ષની છે અને તે બીજું બાળક પણ ઈચ્છે છે. તે આ જવાબદારીથી ફ્રી થઇ તેની કારકિર્દી વિશે વિચારશે. બોલિવુડ એક્ટર શાહિદ કપૂર અને તેમની પત્ની મીરા રાજપૂત બોલિવુડના ફેમસ કપલ્સમાંથી એક છે. તો બીજીતરફ, આ બંનેની પુત્રી મીશા સ્ટાર કિડ્સ બની ગઈ છે. ત્રણેય જ્યાં જતા હોય છે ચર્ચામાં રહે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY