પ્લે સ્કૂલની બહાર જોવા મળ્યો શાહિદ-મીરાંની લાડલી Misha નો ક્યુટ અંદાજ

0
9885

1. મીરાં રાજપૂત

તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે, મીરાં અને Misha બોલિવુડની સૌથી ક્યુટ માતા-પુત્રીની જોડી છે. જ્યારે આ બંને સાથે લોકોની સામે આવે છે તો લોકો બસ તેમને જોતા જ રહી જાય છે. છેલ્લા ઘણા લાંબા સમયથી બંનેના ફોટા લોકોની વચ્ચે ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.

2. મીરાં રાજપૂત

તાજેતરમાં આ માં-દીકરીની જોડીના કેટલાક ફોટોઝ સામે આવ્યા છે. ફોટોઝ જોઈ એવું લાગી રહ્યું છે કે, મીરાં તેની પુત્રી મીશાને જણાવી રહી છે કે, તેણે કેવી રીતે સીડી ઉતરવી જોઈએ.

3. મીરાં રાજપૂત

છેલ્લા કેટલાક સમયથી બોલિવુડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરાં રાજપૂતની ઘણી તસવીરો સામે આવી રહી હતી જેને જોઈ એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે, તે પ્રેગ્નન્ટ છે. તાજેતરમાં શાહિદ અને મીરાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી આ વાત કન્ફર્મ પણ કરી હતી.

4. મીરાં રાજપૂત

હવે મીરાંના કેટલાક ફોટોઝ સામે આવ્યા છે જેમાં તે બેબી બંપ ફ્લોન્ટ કરતા નજર આવી હતી. તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા શાહિદ અને મીરાએ તેમના બીજા બાળક વિશે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી જણાવ્યું હતું. પોસ્ટમાં તેમની પુત્રી મીશાની તસ્વીર છે અને બલૂનનું ચિત્ર છે. તેમજ તેની સાથે લખ્યું છે – મોટી બહેન. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ આવતા જ ફેંસે તેમને શુભેચ્છા પાઠવવાનું શરુ કરી દીધું છે.

5. મીરાં રાજપૂત

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત ઘણીવાર પુત્રી મીશા સાથે ક્યારેક એરપોર્ટ પર તો ક્યારેક રેસ્ટોરન્ટની બહાર સ્પોટ થાય છે. બંને તેમના પેરેન્ટહુડને વધારે એન્જોય કરે છે. શાહિદ કપૂર ઘણીવાર તેમની પુત્રીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે.

6. મીરાં રાજપૂત

તમને જણાવી દઈએ કે, બીજા બાળકને લઈને શાહિદે કહ્યું હતું કે, મીરા હજુ ૨૨ વર્ષની છે અને તે બીજું બાળક પણ ઈચ્છે છે. તે આ જવાબદારીથી ફ્રી થઇ તેની કારકિર્દી વિશે વિચારશે.

7. મીરાં રાજપૂત

બોલિવુડ એક્ટર શાહિદ કપૂર અને તેમની પત્ની મીરા રાજપૂત બોલિવુડના ફેમસ કપલ્સમાંથી એક છે. તો બીજીતરફ, આ બંનેની પુત્રી મીશા સ્ટાર કિડ્સ બની ગઈ છે. ત્રણેય જ્યાં જતા હોય છે ચર્ચામાં રહે છે.

8. મીરાં રાજપૂત

ભલે શાહિદ કપૂર અને મીરાં રાજપૂતનાં અરેંજ મેરેજ હોય પરંતુ બંનેને એક સાથે જોઈ ક્યારેય એવું લાગતું નથી. તેમનો પ્રેમ દિવસે-દિવસે વધી રહ્યો છે અને મેરેજ પછી બંનેની કેમેસ્ટ્રી પણ વધારે મજબૂત થઇ ગઈ છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY