મોહમ્મદ શામીની Hasin Jahan હવે બોલીવુડમાં કરશે એન્ટ્રી

0
1583

1. Hasin Jahan

ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ શામીથી વિવાદ બાદ પત્ની Hasin Jahan હવે બોલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. ભૂતપૂર્વ મોડલ અને આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ચીયર લીડર રહી ચુકેલી હસીન જહાં હવે આ ફિલ્મથી પોતાની કિસ્મત અજમાવશે.

2. હસીન જહાં

ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ શામીની પત્ની હસીન જહાંએ નિર્દેશક અમજદ ખાનની આગામી ફિલ્મ ‘ફતવા’ સાઈન કરી છે. આ ફિલ્મમાં તે એક જર્નાલિસ્ટની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું શુટિંગ આ વર્ષે ઓક્ટોબર મહિનાથી શરૂ થઈ જશે.

3. હસીન જહાં

હસીન જહાંએ તે પણ જણાવ્યું છે કે, “મારા અને મારા બાળકો માટે કંઇક કરવું પડશે. મારે કાનૂની લડાઈ લડવા માટે કેટલાક રૂપિયાની જરૂરત છે. મારી પાસે કોઈ બીજો વિકલ્પ નથી. આ ફિલ્મના નિર્દેશક અમજદ ખાને મને તેના માટે અપ્રોચ કરી અને હું તૈયાર થઈ ગઈ હતી.

4. હસીન જહાં

જયારે ફિલ્મ ‘ફતવા’ ના ફિલ્મ નિર્દેશક અમજદ ખાને જણાવ્યું છે કે, હસીન જહાંના વિવાદોના કારણે સૈન નથી કરી પરંતુ સ્ક્રિપ્ટની ડિમાન્ડ પર તેમને સાઈન કરવામાં આવી છે. તેમને જણાવ્યું છે કે, “આ ફિલ્મ તોફાન પર આધારિત છે, જેની શરૂઆત પશ્વિમ બંગાળથી થશે છે અને ધીરે-ધીરે આ સમગ્ર દેશમાં ફેલાઈ જશે. આ ફિલ્મમાં બે પાત્ર છે, જેમાં એક હિંદુ અને બીજું મુસ્લિમ છે. હસીન જહાં આ ફિલ્મમાં જર્નાલીસ્ટની ભૂમિકામાં નજર આવશે. હું હસીન જહાંને ઘણા લાંબા સમયથી જાણું છુ. તે ઘણી મજબુત મહિલા છે.
જુઓ આગળ વધુ ફોટોસ….

5. હસીન જહાં

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શામીની પત્ની Hasin Jahan ફરીથી મોડલિંગની દુનિયામાં પરત ફરી હતી. બંનેની વચ્ચે વિવાદ સામે આવ્યા બાદ તે અલગ રહે છે. હસીન જહાંએ શમી પર મારપીટ, રેપ, હત્યાના પ્રયત્ન, ઘરેલું હિંસા અને મેચ ફિક્સિંગ જેવા ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. જેના પર મોહમ્મદ શામી જણાવ્યું છે કે, આ બધા આરોપ ખોટા છે. તાજેતરમાં હસીન જહાંએ મોહમ્મદ શામી પર આરોપ લગાવ્યો હતો કે, ઈદ બાદ તે બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. તેના પર મોહમ્મદ શામીએ જણાવ્યું હતું કે, જો એવું હશે તો હું તેને પોતાના લગ્નમાં જરૂર બોલાવીશ.

6. હસીન જહાં

હસીન જહાંએ હવે કદાચ એ નિર્ણય કરી લીધો છે કે, મોહમ્મદ શામીના જીવનમાં ફરીથી જવું નથી એટલા માટે તેમને પોતાની કારકિર્દીના વિષેમાં વિચાર મોડલિંગનો રસ્તો ફરીથી અપનાવ્યો છે. હસીન જહાંએ પોતાના ટ્વીત્ર પર એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં હોટ ફોટોશૂટ કરાવી રહી છે. તમને જણાવી દઈએ કે, હસીન જહાં પહેલા મોડલિંગ કરી ચુકી છે. શરૂઆતી આઈપીએલ સીઝનમાં તે કોલકાતાની ચીયરલીડર હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY