Mukesh Ambani ની પુત્રી ઈશા અંબાણી કરશે આ બિઝનેસમેન સાથે લગ્ન……
અનુષ્કા શર્મા-વિરાટ કોહલી, સોનમ કપૂર-આનંદ આહુજા બાદ બીજી એક જોડી જલ્દી જ બંધાશે લગ્નના બંધનમાં. જી હા. અમે વાત કરી રહ્યા છીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન Mukesh Ambani ની પુત્રી ઈશા અંબાણીની. ઈશા અંબાણી જલ્દી જ બિઝનેસમેન અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે લગ્ન કરવા જઈ રહી છે.
ઈશા અને આનંદ ઘણા લાંબા સમયથી ફ્રેન્ડ છે. બંનેની ફેમિલી એકબીજાને છેલ્લા ચાર દાયકાથી ઓળખે છે. ત્યારે હાલમાં જ આનંદે અંબાણી પરિવારની લાડલી ઈશાને મહાબળેશ્વરમાં મંદિરમાં પ્રપોઝ કર્યું હતું. ત્યારબાદ આ કપલે તેમની ફેમિલી સાથે લંચ કર્યું હતું.
ત્યારે રવિવારે પણ અંબાણી પરિવાર ભાવિ જમાઈ સાથે મુંબઈના ઇસ્કોન મંદિર પહોંચ્યો હતો. જ્યાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, ઈશા અંબાણી, અનંત અંબાણી, આનંદ પીરામલ એકસાથે દર્શન કર્યા હતા.
હવે તમને સવાલ થતો હશે કે, આખરે કોણ છે આ આનંદ પીરામલ ? તો અમે આપી દઈએ તમારા આ સવાલનો જવાબ…………
આનંદ પીરામલે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ કર્યું છે. અત્યારે તે પીરામલ એન્ટરપ્રાઈઝના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર છે. બિઝનેસ સ્કૂલમાંથી પાસ થયા પછી તેણે બે સ્ટાર્ટ અપ્સ શરુ કર્યા હતા. પહેલું હેલ્થકેર સ્ટાર્ટઅપ હતું, જેનું નામ પીરામલ ઈ-સ્વાસ્થ્ય હતું. બીજું સ્ટાર્ટ અપ રિયલ એસ્ટેટ હતું, જેનું નામ પીરામલ રીએલટી હતું. હવે બંને પીરામલ ઇન્ડસ્ટ્રીઝનો ભાગ છે.
ત્યારે ડીસેમ્બર મહિનામાં અંબાણી પરિવારમાં ગુંજશે ઈશાના લગ્નની શરણાઈ.