ડૉ. હાથીના મૃત્યુને લઈને સારવાર આપનારા તબીબે આપ્યું ચોંકાવનારૂ નિવેદન

0
1398

1. ડૉ. હાથીના મૃત્યુને લઈને સારવાર આપનારા તબીબે આપ્યું ચોં...

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ માં ડૉકટર હાથીનો રોલ પ્લે કરનાર એક્ટર ‘કવિ કુમાર આઝાદ’ ના મોતથી બધા સદમામાં છે. કવિ કુમાર આઝાદનું નિધન હાર્ટએટેકના કારણે થયું હતું અને ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં દાખલ થયા પછી તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કવિ કુમાર આઝાદના મોતને 24 કલાક કરતા વધારે સમય પસાર થઇ ગયો છે તે દરમિયાન તેમની સારવાર કરનાર ડૉકટરે ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે.

2. ડૉ. હાથીના મૃત્યુને લઈને સારવાર આપનારા તબીબે આપ્યું ચોં...

ડૉકટર હાથીના થયેલા અચાનક નિધનથી તેમનો પરિવાર દુઃખી છે તો બીજી તરફ, ટેલીવિઝનની દુનિયામાં સન્નાટો પ્રસરી ગયો છે. કેટલાક લોકોનું કહેવું છે કે, ડૉ. હાથી એકદમ ઠીક હતા તેવામાં તેમના અચાનક થયેલ મોત ઘણા પ્રશ્નો ઉભા કરે છે. બીજી તરફ, હવે ડૉ. હાથીની અચાનક બગડેલી તબિયત પર તેમનો ઈલાજ કરનાર ડૉકટરનું નિવેદન સામે આવ્યું છે.

3. ડૉ. હાથીના મૃત્યુને લઈને સારવાર આપનારા તબીબે આપ્યું ચોં...

ડોક્ટર હાથીને હાર્ટએટેક આવ્યા પછી મુંબઈની વોક હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ડોક્ટર રવિ હિરાવનીએ કર્યો છે. રવિ હિરાવનીનું કહેવું છે કે, કવિ કુમારને બપોરે ૧૨:૧૦ મિનીટ પર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જે સમયે ડોક્ટર હાથી અહીં આવ્યા હતા તે સમયે તેમના ધબકારા ચાલી રહ્યા હતા.

4. ડૉ. હાથીના મૃત્યુને લઈને સારવાર આપનારા તબીબે આપ્યું ચોં...

ડૉ. રવિએ આગળ કહ્યું કે, કવિ કુમારને તુરંત આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા અને કુત્રિમ રીતે શ્વાસ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. હોસ્પિટલ લાવતા-લાવતા તેમની ઈસીજી સપાટ થઇ ગઈ હતી અને તેના કારણે તેમનું મોત થયું છે. જો થોડા ટાઈમ પહેલા ડૉ. હાથીને લાવવામાં આવ્યા હોત તો તે અત્યારે આપણી સાથે હોત.

5. ડૉ. હાથીના મૃત્યુને લઈને સારવાર આપનારા તબીબે આપ્યું ચોં...

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના ડોક્ટર હંસરાજ હાથી બનેલ કવિ કુમાર આઝાદના અંતિમ સંસ્કાર ગઈકાલે બપોરે મીરાં રોડ સ્મશાન ભૂમિમાં કરવામાં આવ્યા હતા. કવિ કુમાર આઝાદનું નિધન સોમવારે હાર્ટએટેકના કારણે થયું હતું. કવિ કુમાર આઝાદના અંતિમ સંસ્કારમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંની ટીમ પણ સામેલ થઇ હતી.

6. ડૉ. હાથીના મૃત્યુને લઈને સારવાર આપનારા તબીબે આપ્યું ચોં...

અંતિમ સંસ્કારમાં હાજર ગોકુલધામ વાસીઓની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. કવિ કુમાર આઝાદના લગ્ન થયા હતા નહિ અને તે તેમના માતા, પિતા, બહેન અને ભાઈની સાથે રહેતા હતા. ૪૫ વર્ષીય કવિ કુમાર આઝાદનો જન્મ ૧૯૭૩ માં બિહારમાં થયો હતો.

7. ડૉ. હાથીના મૃત્યુને લઈને સારવાર આપનારા તબીબે આપ્યું ચોં...

કવિ કુમાર આઝાદના મોતથી ટીવી ઇન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, કવિ કુમાર આઝાદે ૨૦૧૦ માં તેમનું ૮૦ કિલો વજન સર્જરીથી ઘટાડ્યું હતું. આ સર્જરી પછી તેમની રોજીંદી જીંદગીમાં વધારે સરળતા થઇ ગઈ હતી. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, મને ખુશી છે કે, લોકો મને મારા કિરદાર માટે પસંદ કર્યો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના કારણે જ કવિ કુમાર આઝાદ ઘરદીઠ ફેમસ થયા હતા.

8. ડૉ. હાથીના મૃત્યુને લઈને સારવાર આપનારા તબીબે આપ્યું ચોં...

ઉલ્લેખનીય છે કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ દર્શકોની પસંદિત સીરીયલ્સમાંથી એક છે. આ સીરીયલની કોમેડીની દીવાની આખી દુનિયા છે. આ સીરિયલે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સિરીયલ ઘણા વર્ષોથી લોકોના દિલ પર રાજ કરે છે અને આ સિરીયલની સફળતા પાછળ તેના કલાકારોનો મોટો હાથ છે.

9. ડૉ. હાથીના મૃત્યુને લઈને સારવાર આપનારા તબીબે આપ્યું ચોં...

સબ ટીવીનો ફેમસ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નાના બાળકોથી લઈને મોટા સુધી દરેક આ શો જોતા હોય છે. આ એક ફેમિલી શો છે. વર્ષ ૨૦૦૮થી શરૂ થયેલી આ સીરિયલે ઘણા રેકોર્ડ બનાવ્યો છે.

10. ડૉ. હાથીના મૃત્યુને લઈને સારવાર આપનારા તબીબે આપ્યું ચોં...

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY