માલદીવમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે Neha Dhupia – અંગદ બેદી

0
374

1. Neha Dhupia – અંગદ બેદી

બોલિવુડ એક્ટર અંગદ બેદી અને Neha Dhupia અત્યારે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે. આ કપલે સોશિયલ મીડિયા પર તેમના વેકેશનના ફોટોઝ શેયર કર્યા છે. Neha Dhupia એ તાજેતરમાં એક ફોટો શેયર કર્યો હતો જેમાં તે પૂલમાં પતિ અંગદ સાથે મસ્તી કરતા નજર આવી રહી છે.

2. નેહા ધૂપિયા – અંગદ બેદી

ઉલ્લેખનીય છે કે, નેહા ધૂપિયા અને અંગદ બેદી ૧૦ મે ના રોજ લગ્નગ્રંથીથી જોડાયા છે અને બંને ગુપચુપ રીતે લગ્ન કરી બધાને સરપ્રાઈઝ કરી દીધા હતા. નેહા ધૂપિયા અને અંગદ બેદીએ તેમના મેરેજનું એલાન સોશિયલ મીડિયા દ્ધારા કર્યું અને તેમના મેરેજનો ફોટો પણ શેયર કર્યો હતો.

3. નેહા ધૂપિયા – અંગદ બેદી

સોનમ કપૂરની જેમ નેહા ધૂપિયાએ પણ આનંદ કારજની રસમથી લગ્ન કર્યા છે. તમને જણાવી દઈએ કે, નેહા અને અંગદ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ખૂબ સારા ફ્રેન્ડ હતા પરંતુ અચાનક આવેલ લગ્નની ખબરોથી બંને બધાને હેરાન કરી દીધા છે.

4. નેહા ધૂપિયા – અંગદ બેદી

અંગદ બેદીએ રેમો ડિસોઝાની ફિલ્મ ‘ફાલતુ’ થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. અંગદ ઉંગલી, પિંક, ટાઈગર જિંદા હે માં નજર આવી ચૂક્યા છે અને તેની આગામી ફિલ્મ ‘સૂરમા’ છે. અંગદ બેદી ટીવી પર ખતરો કે ખિલાડી અને ૨૪ જેવી સિરીઝમાં પણ નજર આવી ચૂક્યો છે.

5. નેહા ધૂપિયા – અંગદ બેદી

નેહા ધૂપિયા અત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે. છેલ્લે નેહા ધૂપિયા ફિલ્મ ‘તુમ્હારી સુલુ’ માં નજર આવી હતી. અંગદ બેદી છેલ્લે ટાઈગર જિંદા હે માં નજર આવ્યો હતો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY