પ્રિયંકા ચોપરા વગર નિક જોનસ કરી રહ્યો છે મેરેજની શોપિંગ

0
228

1. પ્રિયંકા ચોપરા – નિક જોનસ

બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા રાજસ્થાનમાં મેરેજની ખબરો વચ્ચે ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિંક’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. બીજી તરફ, નિક જોનસ મેરેજ માટે વધારે એક્સાઈટેડ છે. નિક તેની દુલ્હનિયાને લેવા માટે ન્યૂયોર્કથી ભારત માટે રવાના થઇ ગયા છે. નિકે તેના ઇન્સ્ટાગ્રામ પર ન્યૂયોર્કથી નીકળતા સમયે એક વિડીયો પણ શેયર કર્યો છે. વિડીયોની સાથે તેણે લખ્યું કે, ‘ફરીથી મળીશું ન્યૂયોર્ક.’ નિક બહુ જલ્દી પ્રિયંકા ચોપરાની સાથે હશે.

2. પ્રિયંકા ચોપરા – નિક જોનસ

બીજી તરફ, ઇન્ડિયા આવતા પહેલા નિક જોનસ શોપિંગ કરતા સ્પોટ થયા હતા. નિકના હાથમાં શોપિંગની બેગ નજર આવી રહી છે. નિકે મેરેજની શોપિંગ શરુ કરી દીધી છે. તેણે તેમની થનારી દુલ્હન માટે સ્પેશિયલ શોપિંગ કર્યું છે. જો કે, પ્રિયંકા માટે શું ખરીદી કરી છે તેનો ખુલાસો થયો નથી.

3. પ્રિયંકા ચોપરા – નિક જોનસ

સગાઈ બાદ હવે બધાની નજર પ્રિયંકા ચોપરા અને નિક જોનસના મેરેજ પર ટકી છે. જો કે, હજુ સુધી મેરેજની ખબરોને કોઈ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ હવે દેસી ગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જોનસની વેડિંગ ડેટ અને ડેસ્ટીનેશનને લઈને મોટી ખબર સામે આવી છે.

4. પ્રિયંકા ચોપરા – નિક જોનસ

પ્રાપ્ત માહિતી મુજબ, દેસી ગર્લ તેના મંગેતર નિક જોનસની સાથે આ વર્ષે ૨ ડિસેમ્બરે મેરેજ કરશે. આ બંનેના મેરેજ રાજસ્થાનના જોધપુરમાં થશે. મેરેજના ત્રણ ત્રણ દિવસ પહેલાથી જ મેરેજના કાર્યકર્મ શરુ થઇ જશે. આ કાર્યક્રમમાં હલ્દી, મહેંદી ને સંગીત સેરેમની ઓર્ગેનાઈઝ કરવામાં આવશે.

5. પ્રિયંકા ચોપરા – નિક જોનસ

પ્રિયંકા અને નીકની મુલાકત ‘કવોન્ટીકો’ના સેટ પર એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી. આ પછી બંને ૨૦૧૭ માં મેટ ગાલા ઇવેન્ટમાં હાથમાં હાથ નાખીને પણ નજર આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, નીક પ્રિયંકા કરતા ઉંમરમાં ૧૧ વર્ષ નાનો છે. તે માત્ર 25 વર્ષનો છે.

6. પ્રિયંકા ચોપરા – નિક જોનસ

નીક સિંગર હોવાની સાથે સાથે એક એક્ટર પણ છે. તેનું રીયલ નામ નિકોલસ જેરી જોનસ છે. નીક ફેમસ નાટક ક્રિસમસ કેરોલ, એની ગેટ યોર ગન, બ્યુટી એન્ડ ધ બીસ્ટ અને લેસ મિઝરેબલ્સમાં જોવા મળ્યો હતો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY