Rakhi Sawant એ કાસ્ટિંગ કાઉચને લઈને આપ્યું ચોંકાવનારૂ નિવેદન

0
5442

1. Rakhi Sawant

બોલિવુડની ફેમસ કોરિયોગ્રાફર સરોજ ખાનના કાસ્ટિંગ કાઉચ પર આપેલ નિવેદન પર એકવાર ફરીથી ચર્ચા જારી છે. તાજેતરમાં આ મુદ્દા પર એક્ટ્રેસ રાખી સાવંતે બેબાક નિવેદન આપ્યું છે. Rakhi Sawant એ સરોજ ખાનના નિવેદનને યોગ્ય જણાવ્યું છે અને કહ્યું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ રેપ થતો નથી બધું પોતાની મરજીથી થાય છે.

2. રાખી સાવંત

એક ઇન્ટરવ્યૂ દરમિયાન રાખી સાવંતે કહ્યું કે, બોલિવુડમાં લોકો કાસ્ટિંગ કાઉચ વિશે સત્ય બોલતા નથી જ્યારે આ બધું તેમની આંખોની સામે થતું હોય છે. તેમને લાગે છે કે, તેમનું કામ ચાલી રહ્યું છે.

3. રાખી સાવંત

રાખી સાવંતે કહ્યું કે, યુવતીઓ તેમની કારકીર્દી બનાવવા માટે સમાધાન કરી લે છે. આજકાલ તો યુવતીઓ પણ કહે છે કે, કંઈ પણ કરી લો, મને કામ આપી દો. તેમાં પ્રોડ્યુસરની શું ભૂલ? રાખીએ કહ્યું કે, સરોજ ખાનની કોઈ ભૂલ નથી.

4. રાખી સાવંત

રાખીએ જણાવ્યું કે, જ્યારે હું સ્ટ્રગલર હતી ત્યારે મેં પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો હતો. પરંતુ એવું નથી કે,દરેક પ્રોડ્યુસર અથવા ડિરેક્ટર જેમની પાસે હું ગઈ તેઓ દોષી છે. રાખીએ એવું પણ કહ્યું કે, ફિલ્મ અને ફેશન ઇન્ડસ્ટ્રીમાં ફક્ત યુવતીઓજ શિકાર બનતી નથી પરંતુ યુવકોને પણ આવી પરીસ્થિતિમાંથી પસાર થવું પડે છે.

5. રાખી સાવંત

રાખીએ જણાવ્યું કે, જ્યારે હું સ્ટ્રગલર હતી ત્યારે મેં પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો હતો. પરંતુ એવું નથી કે,દરેક પ્રોડ્યુસર અથવા ડિરેક્ટર જેમની પાસે હું ગઈ તેઓ દોષી છે. રાખીએ એવું પણ કહ્યું કે, ફિલ્મ અને ફેશન ઇન્ડસ્ટ્રીમાં ફક્ત યુવતીઓજ શિકાર બનતી નથી પરંતુ યુવકોને પણ આવી પરીસ્થિતિમાંથી પસાર થવું પડે છે.

6. રાખી સાવંત

ઉલ્લેખનીય છે કે, ફેમસ બોલિવુડ કોરિયોગ્રાફર સરોજ ખાને કાસ્ટિંગ કાઉચને લઈને એવું નિવેદન આપ્યું છે કે, જેની ખૂબ ચર્ચા થઇ રહી છે. સામાન્ય રીતે સેલેબ્સ કાસ્ટિંગ કાઉચનો વિરોધ કરતા હોય છે પરંતુ સરોજ ખાને તેનો બચાવ કરી બધાને ચોંકાવી દીધા છે. કાસ્ટિંગ કાઉચના સમર્થનમાં સરોજ ખાને કહ્યું કે, તે આપસી સહમતિ થાય છે અને તે લોકોને રોજી-રોટી તો પ્રદાન કરે છે. કાસ્ટિંગ કાઉચ ગ્લેમરની દુનિયાનું કડવું સત્ય છે. પછી ભલે તે ફિલ્મી દુનિયા હોય, ટીવી ઇન્ડસ્ટ્રી હોય અથવા મોડલિંગ.

7. રાખી સાવંત

કાસ્ટિંગ કાઉચ થાય છે તે તો બધા જાણે છે પરંતુ તેના વિશે કોઈ વાત કરવા માંગતું નથી.કાસ્ટિંગ કાઉચ સાથે જોડાયેલ પ્રશ્ન પર સરોજ ખાને કહ્યું કે, આ બાબા આદમના જમાનાથી ચાલી રહ્યું છે. દરેક યુવતી પર કોઈના કોઈ હાથ સાફ કરવાનો પ્રયત્ન કરે છે. સરકારના લોકો પણ કરે છે. તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાછળ કેમ પડ્યા છો? તે છેલ્લે રોટી તો આપે છે. રેપ કરી છોડી તો દેતા નથી. સરોજ ખાનના આ નિવેદન પછી ચારે તરફ તેમની ટીકા થવા લાગી અને છેલ્લે તેમણે તેમના નિવેદન પર માફી માંગી લીધી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY