‘દેસી ગર્લ’ Priyanka Chopra નો જોવા મળ્યો સ્ટાઈલીશ અંદાજ

0
8340

1. Priyanka Chopra

બોલિવુડ એક્ટ્રેસ Priyanka Chopra અત્યારે તેના અમેરિકન ટીવી શો ‘ક્વાંટિકો’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ન્યૂયોર્કમાં ટીવી સીરીઝની પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન Priyanka Chopra એ એવું આઉટફીટ પહેર્યું છે જેને લઈને તેને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. પ્રિયંકાએ બ્લુ રંગનું Dion Lee સૂટ પહેર્યો છે. તેના ઉપરી ભાગ પર કટ લાગેલો છે. તેમાં કોઈ શંકા નથી કે પ્રિયંકા આ ડ્રેસમાં શાનદાર લાગી રહી છે. તેમ છતાં પ્રિયંકાને ટ્રોલ કરવામાં આવી રહી છે.

2. પ્રિયંકા ચોપડા

આ ડેનિમ સૂટ માટે પ્રિયંકાને યુઝર્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક લોકો પ્રિયંકાના લુકના વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ, કેટલાક લોકો પ્રિયંકાના લૂકની ટીકા કરી રહ્યા છે.

3. પ્રિયંકા ચોપડા

કેટલાક યુઝર્સનું કહેવું છે કે, પ્રિયંકા હવે દેસી ગર્લ રહી નથી તે પૂરી રીતે અમેરિકન થઇ ગઈ છે. પ્રિયંકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના પ્રમોશનના કેટલાક ફોટોઝ શેર કર્યા છે. ફોટામાં તેનો તે અંદાજ નજર આવી રહ્યો છે.

4. પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા અત્યારે ન્યૂયોર્કમાં ક્વાંટિકોના પ્રમોશનની તૈયારીમાં વ્યસ્ત છે. તાજેતરમાં પ્રિયંકાનો રેડ લૂક વાયરલ થયો હતો. પ્રિયંકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટોઝ શેર કર્યા છે. તેમાં પ્રિયંકાએ રેડ ડ્રેસની સાથે લોંગ કોટ પહેર્યો છે. પ્રિયંકાનો લૂક ફેંસને વધારે પસંદ આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, ક્વાંટિકો એક અમેરિકન ટેલીવિઝન સીરીઝ છે.

5. પ્રિયંકા ચોપડા

ક્વાંટિકો ની આ સીઝનમાં માત્ર રોમાંસ જ નહિ એક્શન પણ વધારે જોવા મળશે. આ સીઝન પહેલા કરતા વધારે ધમાકેદાર હશે. શાનદાર એક્શન સીન અને જબરદસ્ત સ્ટોરી દર્શકોને રોમાંચિત કરવા માટે તૈયાર છે.

6. પ્રિયંકા ચોપડા

જો ફિલ્મોની વાત કરવામાં આવે તો પ્રિયંકા ચોપરા બહુ જલ્દી સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ માં નજર આવશે. અલી અબ્બાસના નિર્દેશનમાં બની રહેલ ફિલ્મ ‘ભારત’ ૨૦૧૪ માં આવેલ દક્ષિણ કોરિયન ફિલ્મ ‘ઓડ ટુ માય ફાધર’ ની રીમેક છે.

7. પ્રિયંકા ચોપડા

પ્રિયંકા સૌથી પહેલા સલમાનની સાથે વર્ષ ૨૦૦૪ માં રિલીઝ થયેલ ફિલ્મ ‘મુજસે શાદી કરોગી’ માં નજર આવી હતી. ત્યારબાદ પ્રિયંકા સલમાન સાથે ફિલ્મ ‘સલામ-એ-ઈશ્ક’ અને ‘ગોડ તુસ્સી ગ્રેટ હો’ માં નજર આવી હતી.

8. પ્રિયંકા ચોપડા

 

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY