Priya Prakash Varrier નો સ્કૂલ લેબમાં રોમાંસ કરતો વિડીયો થયો વાયરલ

0
1815

1. Priya Prakash Varrier

રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બનેલ Priya Prakash Varrier ની ફિલ્મ ‘ઓરું ઉદાર લવ’ નું શૂટિંગ પૂર્ણ થવાનું છે. તેની પહેલા ફિલ્મનું એક સોંગ પણ રિલીઝ થયું હતું. જેમાં Priya Prakash Varrier ના એક્સપ્રેશને ઇન્ડિયાના યૂથને પોતાના દિવાના બનાવી દીધા હતા.

2. પ્રિયા પ્રકાશ વારિયર

હવે ફિલ્મનું બીજું સોંગ રિલીઝ થઇ ગયું છે. તેમાં એકવાર ફરીથી ફિલ્મનો હીરો રોશન અબ્દુલ રહૂફ અને પ્રિયા પ્રકાશે તેમની લવસ્ટોરીનો જાદુ ચલાવી દીધો છે. ફિલ્મનું આ સોંગ સ્કૂલ લેબ અને પાર્કમાં શૂટ થયો છે.

3. પ્રિયા પ્રકાશ વારિયર

પ્રિયાએ આ સોંગમાં કમાલના એક્સપ્રેશન આપ્યા છે. બીજી તરફ, અબ્દુલે પોતાના ડાંસનો હુનર પણ બખૂબી બતાવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ પ્રિયાની ડેબ્યુ ફિલ્મ છે. પ્રિયાના એક્સપ્રેશન અને ખૂબસૂરતી જોઈ તેને બોલિવુડ તરફથી ઓફર મળી રહી છે.

4. પ્રિયા પ્રકાશ વારિયર

મલયાલમ ફિલ્મ ‘ઉરુ ઉદાર લવ’ દ્ધારા કારકિર્દીની શરૂઆત કરનાર એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર આજકાલ ખૂબ ચર્ચામાં છે. પ્રિયાની ફિલ્મ આ વર્ષે ઈદ પર રીલીઝ થવાની છે. ફિલ્મ રીલીઝ થયા પહેલા પ્રિયા ફેમસ થઇ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસથી પ્રિયા પ્રકાશના કેટલાક વિડિયોઝ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે.

5. પ્રિયા પ્રકાશ વારિયર

ઇન્ટરનેટ સેન્સેશન પ્રિયા પ્રકાશ વારિયરના ફેંસ માટે એક ગુડ ન્યૂઝ છે. ૧૯ વર્ષની આ અભિનેત્રીની ડેબ્યુ ફિલ્મ હજુ રીલીઝ થઇ નથી અને તેને એવોર્ડ પણ મળી ગયો છે. પ્રિયા પ્રકાશે આ ખુશખબરી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. પત્રિકા ‘આઉટલુક’ તરફથી પ્રિયા પ્રકાશને વાયરલ પર્સનાલીટી ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

6. પ્રિયા પ્રકાશ વારિયર

પ્રિયા પ્રકાશે તેનો ફર્સ્ટ એવોર્ડ ડેબ્યુ ફિલ્મ ‘ઓરુ ઉદાર લવ’ ની ટીમ અને તેના નિર્દેશક ઓમર લુલુને સમર્પિત કર્યો છે. પ્રિયાએ એવોર્ડ લેતા એક તસવીર પોસ્ટ કરી છે અને લખ્યું કે, ફર્સ્ટ એવોર્ડ મેળવી હું ગર્વ અનુભવી રહી છુ.

7. પ્રિયા પ્રકાશ વારિયર

પ્રિયાની આગામી ફિલ્મ ‘ઓરું અદાર લવ’ નું સોંગ ‘માનિકા મલયારા પૂવી’ લોન્ચ કરવામાં આવ્યું છે જે આગની જેમ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું છે. પ્રિયા પ્રકાશના આ સોંગને ૪ લાખ કરતા વધુ વખત જોવામાં આવ્યું છે.

8. પ્રિયા પ્રકાશ વારિયર

હવે લોકોના મનમાં એક જ પ્રશ્ન થઇ રહ્યો છે કે, આ સુંદર યુવતી કોણ છે? આ યુવતી મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર છે. ૧૮ વર્ષની પ્રિયા વારિયર કેરલની રહેવાસી છે. પ્રિયા અત્યારે ત્રિશુલના વિમલા કોલેજમાંથી બી.કોમનો અભ્યાસ કરી રહી છે.

9. પ્રિયા પ્રકાશ વારિયર

પ્રિયા પ્રકાશ મલયાલી ફિલ્મ ‘ઓરુ અદાર લવ’ થી ડેબ્યુ કરી રહી છે. ન્યૂ ઇન્ટરનેટ સેન્સેશન બનેલ પ્રિયા પ્રકાશ વારિયરે પ્રથમ દિવસે એક એવો રેકોર્ડ બનાવી લીધો છે જે આજ સુધી કોઈ બોલિવુડ સેલીબ્રીટીઝે બનાવ્યો નથી.

10. પ્રિયા પ્રકાશ વારિયર

પ્રિયાના વિડીયોની ક્લિપ  વાયરલ થયા પછી પ્રિયાની ફેન ફોલોઈંગ વધી ગઈ છે. એક જ દિવસમાં પ્રિયાના ટ્વીટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફેંસ બની ગયા છે.  ઇન્સ્ટાગ્રામ પરથી પ્રાપ્ત માહિતી મુજબ, પ્રિયાએ બોલિવુડની બધી એક્ટ્રેસીઝને પાછળ છોડી હોલિવુડની હિરોઈનને ટક્કર આપી રહી છે.

11. પ્રિયા પ્રકાશ વારિયર


(Photo Courtesy: Instagram)

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY