નિક સાથે ડિનર ડેટ પર નજર આવી Priyanka Chopra, વાયરલ થયા Photos

0
1055

1. Priyanka Chopra

Priyanka Chopra અને તેના અમેરિકી સિંગર-એક્ટર ફ્રેન્ડ નિક જોનસ ઘણીવાર સાથે નજર આવ્યા છે. Priyanka Chopra તાજેતરમાં નિકના કઝીનના મેરેજમાં સામેલ થઇ હતી. ત્યારબાદ આ બંને ન્યૂયોર્કમાં ડિનર ડેટ પર જતા નજર આવ્યા હતા.

2. પ્રિયંકા ચોપરા

આ ડિનર ડેટના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. ફોટામાં પ્રિયંકા સાધારણ આઉટફીટમાં નજર આવી રહી છે. તેણે વાદળી ડ્રેસ પહેર્યો છે અને તેના ખભા પર સફેદ રંગનું જેકેટ પણ નાખ્યું છે.

3. પ્રિયંકા ચોપરા

બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા વિશે એક કમાલની વાત છે. તે ભલે ભારતમાં રહે અથવા ભારતની બહાર તેને લઈને અવારનવાર ખબરો આવતી રહે છે. પ્રિયંકા ચોપરા આજકાલ તેનાથી ૧૦ વર્ષ નાના અમેરિકન સિંગર નિક જોનસની સાથે અફેરની ખબરોને લઈને ચર્ચામાં છે. બંને ઘણીવાર જાહેરમાં સાથે નજર આવ્યા છે.

4. પ્રિયંકા ચોપરા

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકાની લાઈફમાં આવેલ નિક જોનસ વિશે પ્રિયંકાની માતા મધુ ચોપડાએ ખુલાસો કર્યો છે. મધુ ચોપડાએ નિક જોનસ સાથે પ્રિયંકાના અફેરને લઈને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તે પ્રિયંકાના મેરેજ કોઈ વિદેશીની સાથે વિચારી પણ શકતી નથી. તેમણે આવું નિવેદન પહેલા પણ આપ્યું છે.

5. પ્રિયંકા ચોપરા

મધુ ચોપડાએ આગળ કહ્યું કે, હું એક વિદેશી સાથે પ્રિયંકાની કપલ તરીકે ક્યારેય કલ્પના કરી શકું નહિ. મારું માનવું છે કે, જો પતિ-પત્ની એક જ કલ્ચરના હોય તો લગ્નજીવન સુખીથી પસાર થઇ શકે છે. આ સિવાય મધુ ચોપડાએ પ્રિયંકા અને નીકના અફેરની ખબરોને ખોટી જણાવી છે. તેમણે કહ્યું કે, આ ફક્ત એક અફવા છે.

6. પ્રિયંકા ચોપરા

નીક સિંગર હોવાની સાથે સાથે એક એક્ટર પણ છે. તેનું રીયલ નામ નિકોલસ જેરી જોનસ છે. નીક ફેમસ નાટક ક્રિસમસ કેરોલ, એની ગેટ યોર ગન, બ્યુટી એન્ડ ધ બીસ્ટ અને લેસ મિઝરેબલ્સમાં જોવા મળ્યો હતો.

7. પ્રિયંકા ચોપરા

પ્રિયંકા અને નીકની મુલાકત ‘કવોન્ટીકો’ના સેટ પર એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી. આ પછી બંને ૨૦૧૭ માં મેટ ગાલા ઇવેન્ટમાં હાથમાં હાથ નાખીને પણ નજર આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, નીક પ્રિયંકા કરતા ઉંમરમાં ૧૧ વર્ષ નાનો છે. તે માત્ર 25 વર્ષનો છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY