ઈદ પર Salman Khan જણાવશે તેમને કેવી જોઈએ છે દુલ્હનિયા

0
296

1. Salman Khan

રેસ ૩નું ટ્રેલર રીલીઝ થતા જ લોકોની વચ્ચે ફિલ્મને લઈને એક અલગ ઉત્સાહ છે. ટ્રેલર જોઈ દર્શકોમાં જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે તેને જોઈ તો એવું જ કહી શકાય કે, ઈદ પર Salman Khan ની ફિલ્મ તાબડતોડ કમાણી કરવાની છે. જો કે, અમે તમને જણાવી દઈએ કે, Salman Khan ની ફિલ્મમાં દર્શકોને સ્ટંટ સિવાય તેમને એક અન્ય વસ્તુ પણ જોવા મળશે.

2. સલમાન ખાન

તમને જણાવી દઈએ કે, રેસ ૩માં સલમાન ખાન તેમની થનાર દુલ્હનિયાની બખૂબી જણાવશે. તેના માધ્યમથી લોકોને ખબર પડશે કે, સલમાન ખાન કેવી યુવતી સાથે મેરેજ કરવા માંગે છે. જો તમને યાદ હોય તો ટ્રેલરમાં એક જગ્યાએ એવો સીન આવે છે જ્યાં સલમાન ખાન જેકલીનને કહે છે કે, ‘હાથ દો… ત્યારબાદ જેકલીન ચોંકી જાય છે અને સલમાન કહે છે કે, ચિંતા મત કરો શાદી કે લિયે નહિ માંગ રહા હૂ.’

3. સલમાન ખાન

ફિલ્મ સાથે જોડાયેલ એક સૂત્ર પ્રમાણે આ સીન દરમિયાન ભાઈજાન જણાવશે કે, તે કેવી યુવતી સાથે મેરેજ કરવા માંગે છે. આ કારણે ઈદ પર રીલીઝ થનાર ફિલ્મ રેસ ૩ માં આ રાઝ ખુલશે. ઉલ્લેખનીય છે કે, જે ક્ષણની સલમાન ખાનના ફેંસ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ હવે આવી ગઈ છે. સલમાન ખાન અને જેકલીન ફર્નાડીઝ સ્ટારર ફિલ્મ રેસ ૩ નું ટ્રેલર મુંબઈમાં ધમાકેદાર રીતે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના ટ્રેલરને સલમાન ખાને તેમના ટ્વીટર એકાઉન્ટ પર પણ શેયર કર્યું હતું.

4. સલમાન ખાન

આ ટ્રેલરને શેયર કરી સલમાને લખ્યું કે, ઇન્તઝાર થયો ખતમ, મળો મારી રેસ ૩ ફેમિલીને. આ ફિલ્મમાં સલમાન અને જેકલીન સિવાય અનિલ કપૂર, બોબી દેઓલ, ડેઝી શાહ અને સાકિબ સલીમ લીડ રોલમાં નજર આવશે. આ ફિલ્મનું નિર્દેશન રેમો ડિસોઝાએ કર્યું છે.

5. સલમાન ખાન

સલમાન ખાનની આગામી ફિલ્મ રેસ ૩ આ વર્ષની બહુપ્રતીક્ષિત ફિલ્મોમાંથી એક છે. મેકર્સ આ ફિલ્મના કેરેક્ટર પોસ્ટર્સ અને ઓફિશિયલ પોસ્ટરને લોન્ચ કરવાની સાથે ખૂબ ચર્ચામાં છે. રેસ ૩ ને લઈને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, રેસ ૩ રેસ ફ્રેન્ચાઈઝીની છેલ્લી બે ફિલ્મો કરતા વધારે શાનદાર હશે.

6. સલમાન ખાન

ઉલ્લેખનીય છે કે, ફિલ્મના સેટ પરથી કેટલાક વિડીયો અને ફોટોઝ વાયરલ થયા હતા. જેમાં સલમાન ખાન નજર આવી રહ્યા છે. જેને જોઈ તે સ્પષ્ટ લાગી રહ્યું છે કે, ફિલ્મમાં જબરદસ્ત એક્શન સીન નજર આવવાના છે. ફોટોઝ અને વિડીયોમાં સલમાન બાઈક સ્ટંટ કરતા નજર આવી રહ્યા છે. જેને જોઈ ભાઈજાન ફેંસનો ઉત્સાહ વધારતા નજર આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, હોલિવૂડ ઍક્શન કો-ઓર્ડિનેટર ટ્રોમ સ્ટ્રથર્સએ રેસ ૩ ના એક્શન સ્ટંટસને કોરિયોગ્રાફ કર્યો છે.

7. સલમાન ખાન

તમને જણાવી દઈએ કે, ૨૦૦૮ માં આવેલ રેસની ફર્સ્ટ ફિલ્મમાં સૈફ અલી ખાન, અક્ષય ખન્ના, બિપાશા બાસુ, અનિલ કપૂર અને સમીરા રેડ્ડી નજર આવ્યા હતા. જ્યારે ૨૦૧૩ માં રીલીઝ થયેલ આ ફિલ્મના બીજા ભાગમાં સૈફ અલી ખાન, જ્હોન અબ્રાહમ, દીપિકા પાદુકોણ, જેકલીન ફર્નાડીઝ, અમીષા પટેલ અને અનિલ કપૂર નજર આવ્યા હતા. હવે રેસ ૩ આ વર્ષે રિલીઝ થશે, જેનું નિર્દેશન રેમો ડિસોઝાએ કર્યું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY