રજનીકાંત-અક્ષય કુમારની ફિલ્મ ‘૨.૦’ એ રિલીઝ થયા પહેલા બનાવ્યો રેકોર્ડ

0
313
Akshay Kumar

સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમારની ફિલ્મ ‘૨.૦’ નું ટીઝર સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યું છે. રોબોટ ફિલ્મની સિક્વલ ફિલ્મ ૨.૦ નું ટીઝર રિલીઝ થયા બાદ યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જોવામાં આવી રહ્યું છે. ફક્ત 24 કલાકની અંદર સોશિયલ મીડિયા પર 3 કરોડ ૨૦ લાખ કરતા વધુ વખત ટીઝર જોવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મનું ટીઝર યુટ્યુબ પર ૨૪.૮ મિલિયન, ફેસબુક પર ૪.૧ મિલિયન અને ઇન્સ્ટાગ્રામ પર ૩.૫ મિલિયન એટલે કે, કુલ ૩૨.૪ મિલિયન વખત જોવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટર અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘૨.૦’ નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં તેની સાથે સુપરસ્ટાર રજનીકાંત નજર આવશે. ટીઝરમાં અક્ષય કુમારનો લૂક વધારે ડરામણો છે. આ ફિલ્મ રજનીકાંતની ‘રોબોટ’ ની સિક્વલ છે. ફિલ્મમાં અક્ષય અને રજનીકાંત સિવાય એમી જેક્સન પણ છે. આ ટીઝર ઘણી ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું છે.

ટીઝર જોઈને લાગી રહ્યું છે કે તેને હોલિવુડ સ્ટાન્ડર્ડ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેની સાથે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, ૨.૦ વર્ષની સૌથી મોટી ઓપનર બની શકે છે. નિષ્ણાતો પ્રમાણે જો ફિલ્મને માઉથ પબ્લિસિટી મળે તો પ્રથમ દિવસે આ ફિલ્મ ૧૦૦ કરોડ સુધી કમાણી કરી શકે છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મમાં અક્ષય કુમાર વિલનનો રોલ પ્લે કરી રહ્યા છે. ફિલ્મનું બજેટ ૫૫૦ કરોડ જણાવવામાં આવી રહ્યું છે. જે બાહુબલી કરતા ૨૦૦ કરોડ રૂપિયા વધારે છે. ફિલ્મ ૨૯ નવેમ્બર ૨૦૧૮ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મ ‘૨.૦’ માં રજનીકાંત એકવાર ફરીથી વૈજ્ઞાનિકના રોલમાં જોવા મળશે. અક્ષયના કિરદારનું નામ રિચર્ડ હશે. એસ.શંકર દ્ધારા નિર્દેશિત ફિલ્મમાં એમી જેક્સન, સુધાંશુ પાંડે અને આદિલ હુસૈન પણ મેઈન રોલમાં હશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ૨૦૧૦ માં રિલીઝ થયેલ ફિલ્મ ‘ઇન્થીરન’ ની સિકવલ હશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY