બોક્સ ઓફિસ પર ફિલ્મ ‘સ્ત્રી’ નો ડર બરકરાર

0
142
Stree

ફિલ્મ સ્ત્રીનો ડર બોક્સ ઓફિસ પર કાયમ છે અને અન્ય હિન્દી ફિલ્મોની સામે આ ફિલ્મ દર્શકોને સિનેમાઘરો સુધી લાવવામાં સફળ રહી છે. અત્યાર સુધી ફિલ્મની કુલ કમાણી ૯૫.૫૩ કરોડ છે. હવે ફિલ્મ ૧૦૦ કરોડ ક્લબમાં સામેલ થવાથી લગભગ ૪.૫૦ કરોડ દૂર છે.  રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની હોરર કોમેડી ફિલ્મ ‘સ્ત્રી‘ બોક્સ ઓફિસ પર દમદાર પ્રદર્શન કરી રહી છે.   ફિલ્મ ‘સ્ત્રી‘ એ શ્રદ્ધા કપૂરની પ્રથમ સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ આશિકીનો રેકોર્ડ પણ તોડી દીધો છે. આશિકી ૨ એ ૭૮ કરોડ રૂપિયાનો બિઝનેશ કર્યો હતો, જેને શ્રદ્ધાની ફિલ્મ સ્ત્રીએ 88 કરોડની કમાણી સાથે બે અઠવાડિયામાં તોડી દીધો છે.
ડિરેક્ટર અમર કૌશિકે ફિલ્મ સ્ત્રીના માધ્યમથી ડીરેક્શનમાં ડેબ્યુ કર્યું છે. ફેમસ ફિલ્મમેકર રાજ અને ડીકેની જોડીએ સ્ટોરી લખી અને દિનેશ વિજાનના પ્રોડક્શનમાં તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટોરી મધ્ય પ્રદેશના ચંદેરી નામના સ્થાન પર આધારિત છે, જ્યાં વિકી (રાજકુમાર રાવ) તેના ફ્રેન્ડ બીટ્ટુ (અપારશક્તિ ખુરાના) અને જના (અભિષેક બેનર્જી) ની સાથે રહે છે. વિકીને કપડા સિવડાવવાની દુકાન છે. ફિલ્મની સ્ટોરીમાં ચંદેરીના રહેવાસી રુદ્ર (પંકજ ત્રિપાઠી) ના આવવાથી ઘણા ટ્વીસ્ટ આવે છે. રુદ્ર આ ત્રણેય ફ્રેન્ડસને ચંદેરી પુરાણ અને તેની પાછળની સચ્ચાઈ વિશે જણાવે છે. તે દરમિયાન વિકીને શ્રધ્ધા કપૂર સાથે લવ થઇ જાય છે. ગામડાની પરીસ્થિતિ વધારે ખરાબ થવા લાગે છે, જ્યારે ખબર પડે છે કે, ત્યાં સ્ત્રીનું આગમન થયું છે. જે ફક્ત પુરુષોને ગાયબ કરે છે અને ફક્ત તેમના કપડા રહી જાય છે. અંતે આ કોણ સ્ત્રી છે અને તે પુરુષોને કેમ ગાયબ કરે છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
ફિલ્મની સ્ટોરી શ્રેષ્ઠ છે અને સ્ક્રીનપ્લે પણ સારી રીતે લખવામાં આવ્યું છે. ફિલ્મનું ડીરેક્શન અને લોકેશન પણ કમાલના છે. જેના કારણે એક ક્ષણે આ ફિલ્મ તમને ડરાવે છે તો બીજી ક્ષણે આ ફિલ્મ હસાવે પણ છે. ફિલ્મનો ટ્વીસ્ટ કમાલનો છે. પંકજ ત્રિપાઠીએ શ્રેષ્ઠ અભિનય કર્યો છે. બીજી તરફ, રાજકુમાર રાવે એકવાર ફરીથી તે સાબિત કરી દીધું છે કે તેમને શ્રેષ્ઠ એક્ટર કેમ કહેવામાં આવે છે.  અભિષેક બેનર્જી અને અપારશક્તિ ખુરાનાએ પણ સહજ અભિનય કર્યો છે, તેની સાથે શ્રદ્ધા કપૂરનું કામ પણ ઠીક છે. ફિલ્મની સારી વાત તેની રફતાર છે, જે તમને કંટાળાજનક લાગતી નથી. અમર કૌશિકનું ડીરેક્શન શ્રેષ્ઠ છે. ફિલ્મની સ્ટોરી દમદાર છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY