આ દિવસે રિલીઝ થશે આલિયા ભટ્ટ-રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’

0
83
Brahmastra

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈને મોટું એલાન થઇ ગયું છે. સોશિયલ મીડિયા દ્ધારા ફિલ્મ નિર્માતા કરણ જોહરે બ્રહ્માસ્ત્રની રિલીઝ ડેટને લઈને મોટા ખુલાસા કરી દીધા છે. કરણ જોહરે ટ્વીટ કરી કહ્યું કે, ફિલ્મ બ્રહ્માસ્ત્ર ક્રિસમસના અવસર પર આવતા વર્ષે રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ફેંસ આ જોડીની ફિલ્મ બ્રહ્માસ્ત્રની રિલીઝ ડેટને લઈને આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ હવે રિલીઝ ડેટનો ખુલાસો થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, કરણ જોહરે તેમના ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મના ટાઈટલની જાહેરાત કરી છે. બ્રહ્માસ્ત્ર એક ફેન્ટસી એડવેન્ચર ફિલ્મ હશે. જેને ત્રણ ભાગોમાં બનાવવામાં આવશે. ફિલ્મનો પ્રથમ ભાગ ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ રીલીઝ કરવામાં આવશે. આ મલ્ટી સ્ટારર ફિલ્મ અયાન મુખર્જી ડિરેક્ટ કરશે. આ ફર્સ્ટ ટાઈમ હશે કે આ ત્રણ સ્ટાર્સ એકસાથે ફિલ્મમાં નજર આવશે.

તમને જણાવી દઈએ કે, અયાન મુખર્જી આ ફિલ્મનું નામ ડ્રેગન રાખવા માંગતા હતા. ફિલ્મ વિશે વાત કરતા એક ઇન્ટરવ્યૂમાં અયાને કહ્યું હતું કે, ફેન્ટસી એડવેન્ચર ટ્રાયલોજી સીરીઝમાં તેમનો સુપરહીરો કંઇક એવી શક્તિઓ રાખે છે જેનો સંબંધ આગ સાથે છે. આ કારણે તે પહેલા ફિલ્મનું નામ ડ્રેગન રાખવા માંગતા હતા પરંતુ હવે આ કોન્સેપ્ટ પર કામ પૂર્ણ થયા પછી તેમણે આ ફિલ્મનું ટાઈટલ બ્રહ્માસ્ત્ર રાખવાનો નિર્ણય કર્યો. જો કે,આ ફર્સ્ટ ટાઈમ થઇ રહ્યું છે કે, કોઈ ફિલ્મ શરુ થવા પહેલાથી તેના ૩ ભાગો પર નિર્ણય થયો છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY