વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર ‘Sanju’ એ ૫૦૦ કરોડ ક્લબમાં કરી એન્ટ્રી

0
301
Sanju

રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘Sanju’ નવા કીર્તિમાન સેટ કરતા નજર આવી રહી છે. ઘરેલું બોક્સ ઓફિસ આ ફિલ્મ ૩૦૦ કરોડ રૂપિયાની નજીક છે તો બીજી તરફ, વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ૫૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. રાજકુમાર હિરાનીના નિર્દેશનમાં સંજય દત્તના જીવન પર બનેલ ફિલ્મ ‘Sanju’ બોક્સ ઓફિસ પર દરરોજ એક નવો રેકોર્ડ પોતાના નામે કરી રહી છે. જો કે, પ્રથમ દિવસે જ સલમાન ખાનની ફિલ્મ રેસ ૩ ને ટક્કર આપવાની સાથે તે સ્પષ્ટ થઇ ગયું હતું કે આ ફિલ્મ આ વર્ષે મોટા રેકોર્ડ બનાવશે. રણબીર કપૂરની સંજૂ ભારતમાં તો રેકોર્ડતોડ કમાણી કરી છે પરંતુ વિદેશોમાં પણ આ ફિલ્મ માટે લોકોની દિવાનગી ઓછી થઇ નથી. ફિલ્મ ‘સંજૂ’ રાજકુમાર હીરાનીના ડ્રીમ પ્રોજેક્ટમાંથી એક છે. ઘણા વર્ષો પહેલા રાજકુમાર હિરાનીએ આ ઈચ્છા વ્યક્ત કરી હતી કે, તે સંજય દત્તના જીવન પર એક ફિલ્મ બનાવવા માંગે છે. કારણકે સંજય દત્તની જિંદગી ઘણી રંગબેરંગી અને વિવાદોથી ભરેલી છે. શરૂઆતથી અત્યાર સુધી તેમની લાઈફમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. હવે સંજૂ દ્ધારા રાજકુમાર હિરાનીનું સપનું પૂર્ણ થયું છે.

જો ફિલ્મની સ્ટોરીની વાત કરવામાં આવે તો ફિલ્મની સ્ટોરીની શરૂઆત તે કહાનીથી થાય છે જ્યારે સંજય દત્તને ૫ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવે છે. પોતાના જીવન ઉપર બુક લખવા માટે તે ફેમસ રાઈટર વિની (અનુષ્કા શર્મા) ને મળે છે અને પોતાની સ્ટોરી બતાવવાનું શરુ કરે છે. સ્ટોરી સુનીલ દત્ત (પરેશ રાવલ) અને નરગીસ દત્ત (મનીષા કોઈરાલા) ના ઘરમાં ૨૧ વર્ષના સંજૂ (રણબીર કપૂર) થી શરુ થાય છે. બાળપણમાં બોર્ડિંગ સ્કૂલમાં મોકલવો, ડ્રગ્સની લત લાગવી, માતા-પિતાથી કોઈ વાત છુપાવવી, નરગીસની તબિયત ખરાબ થવી, ફ્રેન્ડ કમલેશ (વિક્કી કૌશલ) સાથે મુલાકાત, ફિલ્મ રોકીથી ડેબ્યુ કરવું અને ત્યારબાદ ઘણી ફિલ્મોમાં કામ નાં મળવું, રિહેબ સેન્ટરમાં જવું, મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં નામ જોડાવું, ઘણીવાર જેલ જવું અને છેલ્લે એક સ્વતંત્ર નાગરિકના રૂપમાં જેલમાંથી બહાર આવવું.

આ સિવાય સંજૂના જીવનમાં શું શું ઘટના ઘટે છે, કેવી રીતે સંજૂનો ફ્રેન્ડ કમલેશ (વિક્કી કૌશલ), પત્ની માન્યતા (દિયા મિર્ઝા) અલગ-અલગ સમય પર તેની સાથે ઉભા રહે છે. એવી તો શું પરિસ્થિતિ હતી કે સંજયને ડ્રગ્સ અને ઘણી મહિલાઓની મદદ લેવી પડે છે, આ બધી ઘટનાઓને પણ તબક્કાવાર ફિલ્મમાં બતાવવામાં આવી છે. આ ઘટનાઓ ફિલ્મમાં કેવા મોડ લે છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY