Photos: મેલબોર્નમાં તિરંગો લહેરાવતા નજર આવી Rani Mukerji

0
127

1. Rani Mukerji

ગયા વર્ષે એશ્વર્યા રાય બચ્ચન તેની પુત્રી આરાધ્યા બચ્ચનની સાથે મેલબોર્ન IFFM માં ત્રિરંગો લહેરાવતા નજર આવી હતી. આ વર્ષે IFFM ૨૦૧૮ માં Rani Mukerji મેલબોર્નમાં ત્રિરંગો લહેરાવ્યો હતો.

2. રાણી મુખર્જી

તેની સાથે હજારો ઓસ્ટ્રેલિયન્સ અને ભારતીયોની હાજરીમાં એક્ટ્રેસ રાણી મુખર્જી સાથે રાષ્ટ્રગીત પણ ગાયું હતું. તમને જણાવી દઈએ કે, દર વર્ષે ઓગષ્ટમાં ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.

3. રાણી મુખર્જી

IFFM માં રાણી મુખર્જીને બેસ્ટ એક્ટ્રેસ કેટેગરીમાં રાખવામાં આવી છે. રાણી મુખર્જી આ ખાસ અવસર પર વ્હાઈટ ફલોરલ સાડી પહેરી પહોચી હતી. તે દરમિયાન તેના ગળામાં મોતીની માળા પણ હતી. રાણી મુખર્જી ઇન્ડિયન ડ્રેસમાં વધારે સુંદર લાગી રહી હતી.

4. રાણી મુખર્જી

પ્રાપ્ત માહિતી મુજબ, રાણી મુખર્જી કહે છે કે, ભારતનો ઝંડો લહેરાવો તેના માટે ખૂબ ગર્વ અને સમ્માનની વાત છે. કોઈપણ ભારતીયને આ ગર્વ હશે કે, તે તેના દેશનો ઝંડો લહેરાવી રહ્યો છે. તેવામાં આ તે સમયે વધારે ખાસ થઇ જાય છે જ્યારે પોતાના દેશની બહાર આ કામ કરવાનું સૌભાગ્ય મળે છે. રાણી મુખર્જીએ આગળ જણાવ્યું કે, આ કામ માટે તેની પસંદગી કરવામાં આવી તે તેને ગૌરવ અનુભવ કરાવી રહી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY