રણવીર-Deepika ના મેરેજ થયા નક્કી, આ દિવસે લેશે સાત ફેરા…

0
899

1. રણવીર સિંહ – દીપિકા પાદુકોણ

બોલિવુડના લવ બર્ડ્સ કહેવાતા સ્ટાર્સ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બહુ જલ્દી લગ્નગ્રંથીથી જોડાશે. બંનેની ફેમિલીએ આ વર્ષના અંત સુધીની ૪ તારીખ ફાઈનલ કરી છે. જેમાંથી કોઈ એક તારીખ દીપિકા અને રણવીર નક્કી કરશે. ખબરોની માનીએ તો તાજેતરમાં દીપિકા અને રણવીર માલદીવમાં વેકેશન એન્જોય કરી પરત ફર્યા છે અને તે દરમિયાન આ બંનેની ફેમિલીના લોકો ઘણીવાર એકબીજાને મળ્યા છે.

2. રણવીર સિંહ – દીપિકા પાદુકોણ

પ્રાપ્ત માહિતી મુજબ, રણવીર અને દીપિકાની ફેમિલીએ આ વર્ષે સપ્ટેમ્બર અને ડિસેમ્બરમાં મેરેજ માટે ચાર તારીખ ફાઈનલ કરી છે. બંનેના મેરેજ હિંદુ રીત-રિવાજ પ્રમાણે થશે. દીપિકા અને રણવીરના મેરેજનું વેન્યુ પણ લગભગ નક્કી થઇ ગયું છે. પ્રાપ્ત માહિતી મુજબ, રણવીર અને દીપિકાના મેરેજમાં ફક્ત નજીકના સંબંધીઓ જ સામેલ થશે.

3. રણવીર સિંહ – દીપિકા પાદુકોણ

ઉલ્લેખનીય છે કે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ફેંસ માટે એક ગુડન્યૂઝ છે. રણવીર અને દીપિકાએ મેરેજ કરવાનો નિર્ણય લીધો છે. બંનેના પેરેન્ટસે મળીને તેમના મેરેજ ફિક્સ કરી દીધા છે. આગામી ૩ થી ૪ મહિનાની અંદર જ દીપ-વીર મેરેજ કરવાના છે.

4. રણવીર સિંહ – દીપિકા પાદુકોણ

[scg_html_300250]

5. રણવીર સિંહ – દીપિકા પાદુકોણ

દીપિકા અને રણવીર સિંહ ડેસ્ટીનેશન વેડિંગ ઇચ્છતા હતા પરંતુ રણવીરની ફેમિલીના લોકો મુંબઈમાં જ મેરેજ કરવા ઈચ્છે છે. કારણકે રણવીર સિહના મોટાભાગના સંબંધી મુંબઈમાં રહે છે. દીપિકા પાદુકોણે મેરેજ માટે શોપિંગ પણ શરુ કરી દીધી છે. મેરેજ પછી શાનદાર રિસેપ્શન પાર્ટી પણ રાખવામાં આવશે.

6. રણવીર સિંહ – દીપિકા પાદુકોણ

પહેલા મીડિયામાં એવી ખબર આવી રહી હતી કે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના મેરેજ બાદ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ મેરેજ કરવાના છે. આ વાતે ત્યારે વધુ જોર પકડ્યું જ્યારે ‘પદ્માવત’ ના પ્રીમિયર પર આ કપલે એકબીજાનો હાથ પકડી એન્ટ્રી કરી હતી. ત્યારબાદ આ બંને મેરેજની ખબરો સામે આવવા લાગી હતી.

7. રણવીર સિંહ – દીપિકા પાદુકોણ

‘પદ્માવત’ પછી દીપિકા પાદુકોણે કોઈ અન્ય ફિલ્મો સાઈન કરી નહિ. તેની પાછળ એવું કારણ જણાવવામાં આવી રહ્યું હતું કે, દીપિકા તેના મેરેજની તૈયારી માટે કામમાંથી થોડો બ્રેક લેવા માંગે છે. ત્યાં સુધી કે એવી ખબર પણ સામે આવી હતી કે, દીપિકા પાદુકોણના માતા-પિતા મુંબઈ આવ્યા હતા અને રણવીર સાથે મુલાકાત કરી મેરેજની તારીખ પણ નક્કી કરી લીધી છે.

8. રણવીર સિંહ – દીપિકા પાદુકોણ

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની રીલ અને રિયલ લાઈફ બંને જોડી વધારે ક્યુટ લાગે છે. રણવીર અને દીપિકા ફિલ્મ ‘રામલીલા’ ના સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. દીપિકા સાથે સંબંધને લઈને રણવીર ઘણીવાર પોતાના પ્રેમનો ઈઝહાર સોશિયલ મીડિયા અને ઘણા એવોર્ડ ફંકશનમાં કરી ચૂક્યો છે. પરંતુ દીપિકાતરફથી ક્યારેય પણ આવું ક્યાંય જોવા કે સાંભળવા મળ્યું નથી.

9. રણવીર સિંહ – દીપિકા પાદુકોણ

જ્યારથી બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની સાથે મેરેજ કર્યા છે ત્યારથી બધાની નજર દીપિકા પાદુકોણ અને રણવીરસિંહ પર ટકી છે. દરેક લોકો જાણવા માટે આતુર છે કે, અંતે બોલિવુડના બાજીરાવ મસ્તાની તેમના રિલેશન પર ક્યારે મેરેજની મોહર લગાવશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY