ફિલ્મ ‘Mulk’ ની સક્સેસ પાર્ટીમાં તાપસી પન્નુનો હતો અલગ અંદાજ

0
390

1. ફિલ્મ ‘Mulk’ ની સક્સેસ પાર્ટી

બોલિવુડ ફિલ્મ ‘Mulk’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. તાજેતરમાં ફિલ્મની સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. તે દરમિયાન ફિલ્મની એક્ટ્રેસ તાપસી પન્નુ પિંક કલરની સાડી સાથે ટાઈ લગાવી પહોચી હતી. પાર્ટીમાં તાપસી વકીલના રોલમાં નજર આવી હતી. તાપસી એકદમ સિમ્પલ અંદાજની સાથે પોઝ આપતા નજર આવી હતી.

2. ફિલ્મ ‘મુલ્ક’ ની સક્સેસ પાર્ટી

તુમ બિન, રાવન, દસ અને તથાસ્તુ જેવી ફિલ્મો બનાવી ચૂકેલ નિર્દેશક અનુભવ સિન્હા આ વખતે વાસ્તવિક જીવનની સ્ટોરી પર આધારિત ફિલ્મ ‘મુલ્ક’ લઈને આવ્યા છે.

3. ફિલ્મ ‘મુલ્ક’ ની સક્સેસ પાર્ટી

ફિલ્મ મુલ્કની સ્ટોરી ઉત્તર પ્રદેશના બનારસમાં રહેતા એક મુસ્લિમ પરિવારની છે જેના મુખ્યા મુરાદ અલી મોહમ્મદ (રિશી કપૂર) છે. કેટલીક એવી પરિસ્થિતિઓ સામે આવે છે જેમાં મુરાદ અલી મોહમ્મદનો પુત્ર શાહિદ મોહમ્મદ (પ્રતિક બબ્બર) આતંકી ગતિવિધિઓ સાથે સંકળાયેલો છે તેવી ખબર સામે આવે છે. આ કારણે મુરાદના પરિવારને સમાજ વિરોધી દ્રષ્ટિથી જોવામાં આવે છે.

4. ફિલ્મ ‘મુલ્ક’ ની સક્સેસ પાર્ટી

આ ખોટા વ્યવહારના કારણે મુરાદ અલીની પુત્રવધૂ આરતી મલ્હોત્રા (તાપસી પન્નુ), જેના લગ્ન શાહિદના મોટા ભાઈ સાથે થયા હોય છે, તે પરિવારના સમ્માન માટે કોર્ટ કેસ લડે છે. કોર્ટમાં આરતીનો સામનો ફેમસ વકીલ સંતોષ આનંદ (આશુતોષ રાણા) સાથે થાય છે. ફિલ્મની સ્ટોરીમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે અને અંતે ફિલ્મ એક એવા પોઈન્ટ પર પૂર્ણ થાય છે જે વધારે દિલચસ્પ છે અને તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

5. ફિલ્મ ‘મુલ્ક’ ની સક્સેસ પાર્ટી

અનુભવ સિન્હાની ફિલ્મની સ્ટોરી દમદાર છે. સમાજના વિચાર અનુસાર જ ફિલ્મની સ્ક્રીનપ્લે પણ લખવામાં આવી છે. ફિલ્મની સ્ટોરી વાસ્તવિક ઘટનાઓ પર આધારિત છે, જે તમને ક્યાંક વિચારવા પર મજબૂર કરશે. ફિલ્મના સંવાદ તમને સ્પર્શી જાય તેવા છે. જો એક્ટિંગની વાત કરવામાં આવે તો ફિલ્મના દરેક સ્ટાર્સની એક્ટિંગ દમદાર છે.

6. ફિલ્મ ‘મુલ્ક’ ની સક્સેસ પાર્ટી

રિશી કપૂર એક અલગ અંદાજમાં નજર આવે છે. તો બીજી તરફ, આશુતોષ રાણા અને પ્રતિક બબ્બર પણ સહજ અભિનય કરતા નજર આવે છે. તાપસી પન્નુએ એકવાર ફરીથી સાબિત કરી દીધું કે તે શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંથી એક છે.

7. ફિલ્મ ‘મુલ્ક’ ની સક્સેસ પાર્ટી

8. ફિલ્મ ‘મુલ્ક’ ની સક્સેસ પાર્ટી

 

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY