OMG! પત્ની કરીના કપૂર સાથે કામ કરવા માંગતા નથી સૈફ અલી ખાન

0
80
Kareena Kapoor

બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન અને તેમની પત્ની ને એક્ટ્રેસ કરીના કપૂરની જોડી લોકો ખૂબ પસંદ કરે છે. પરંતુ મેરેજ બાદ આ કપલ ફરીથી એકબીજા સાથે રોમાંસ કરતા નજર આવ્યું નથી. તમને જણાવી દઈએ કે,’એજન્ટ વિનોદ’ સૈફ અને કરીનાની જોડીની લાસ્ટ ફિલ્મ છે. આ ફિલ્મ બાદ તેમણે ક્યારેય પણ સાથે કામ કર્યું નથી. આ બંનેના ફેન તેમને ફરીથી પડદા પર એકસાથે જોવા માંગે છે. પરંતુ સૈફ અલી ખાનને તેમાં થોડો પણ રસ નથી.

એક ઈન્ટરવ્યું દરમિયાન સૈફ અલી ખાને આ વાતનો ખુલાસો કર્યો કે, તે કરીના સાથે કામ કરવા માંગતા નથી. તેની પાછળ કારણ જણાવતા કહ્યું કે, તે અને કરીના કપૂર એકબીજા સાથે સહજ અનુભવ કરે છે અને તે સહજ સિનેમાનો મોટો દુશ્મન છે. અજનબીઓ સાથે કામ કરવું વધારે દિલચસ્પ છે. આ એક સ્વાર્થી પ્રોફેશન છે. રિયલ કપલમાં લોકોનો રસ ઓછો રહે છે. તમને જણાવી દઈએ કે, સૈફ અને કરીનાએ એકસાથે ૫ ફિલ્મો એલઓસી, ઓમકારા, કુર્બાન, ટશન અને એજન્ટ વિનોદમાં કામ કર્યું છે. ફિલ્મ ટશનથી આ બંનેની લવસ્ટોરી શરુ થઇ હતી. ત્યારબાદ બંને ૧૬ ઓક્ટોબર ૨૦૧૨ ના રોજ મેરેજ કરી લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, સૈફ અને કરીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી રોમેન્ટિક કપલમાંથી એક છે. નવાબ સાહેબ અને તેમની બેગમ વચ્ચેના પ્યારથી ઇન્ડસ્ટ્રી તો શું તેમના ફેન પણ ખૂબ સારી રીતે જાણકાર છે. તેમના મેરેજને ૬ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. કરીના કપૂર અને સૈફ અલી ખાને તેમની મેરેજ એનિવર્સરી ફેમિલી સાથે સેલિબ્રેટ કરી છે. સોશિયલ મીડિયા પર તૈમૂરની સાથે કરીના-સૈફનો ફોટો વાયરલ થઇ રહ્યો છે. ૨૦૦૭ ની આસપાસ શાહિદ કપૂરથી બ્રેકઅપ થયા પછી કરીના કપૂરની નજદીકિયા સૈફ અલી ખાન સાથે વધવાની શરુ થઈ હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY