Race 3 નું ફર્સ્ટ સોંગ ‘હિરીયે’ રિલીઝ, પોલ ડાંસ કરતા નજર આવી જેકલીન

0
390
Race 3

સલમાન ખાન, જેકલીન ફર્નાડીઝ સ્ટારર ફિલ્મ Race 3 નું ફર્સ્ટ સોંગ હિરીયે રીલીઝ થઇ ગયું છે. આ સોંગમાં સલમાન ખાન અને જેકલીન ફર્નાડીઝ એક ડિસ્કોમાં ડાંસ કરતા નજર આવી રહ્યા છે. રેમો સલમાનને આ સોંગમાં થોડો ડાંસ કરાવવા માટેનો પ્રયત્ન કર્યો છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી પોલ ડાંસિંગ કરી રહેલ જેકલીન ફર્નાડીઝે એકવાર ફરીથી આ સોંગમાં પોતાના હુનરની ઓળખાણ આપી છે. રેસ ૩ના આ સોંગને સંગીત મીત બ્રધર્સે આપ્યું છે અને તેને ગાયું છે પંજાબી સિંગર દીપ મની અને નેહા ભસીને. સલમાન ખાનની આગામી ફિલ્મ Race 3 નું ટ્રેલર ખૂબ વાયરલ થઇ રહ્યું છે અને તેની ખૂબ પ્રશંસા પણ થઇ રહી છે.

સલમાન ખાનની આગામી ફિલ્મ રેસ ૩ આ વર્ષની બહુપ્રતીક્ષિત ફિલ્મોમાંથી એક છે. મેકર્સ આ ફિલ્મના કેરેક્ટર પોસ્ટર્સ અને ઓફિશિયલ પોસ્ટરને લોન્ચ કરવાની સાથે ખૂબ ચર્ચામાં છે. રેસ ૩ ને લઈને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, રેસ ૩ રેસ ફ્રેન્ચાઈઝીની છેલ્લી બે ફિલ્મો કરતા વધારે શાનદાર હશે. ફિલ્મ ‘રેસ ૩’ નું મોટાભાગનું શૂટિંગ વિદેશમાં થયું છે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મના સેટ પરથી કેટલાક વિડીયો અને ફોટોઝ વાયરલ થયા હતા. જેમાં સલમાન ખાન નજર આવી રહ્યા છે. જેને જોઈ તે સ્પષ્ટ લાગી રહ્યું છે કે, ફિલ્મમાં જબરદસ્ત એક્શન સીન નજર આવવાના છે. ફોટોઝ અને વિડીયોમાં સલમાન બાઈક સ્ટંટ કરતા નજર આવી રહ્યા છે. જેને જોઈ ભાઈજાન ફેંસનો ઉત્સાહ વધારતા નજર આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, હોલિવૂડ ઍક્શન કો-ઓર્ડિનેટર ટ્રોમ સ્ટ્રથર્સએ રેસ ૩ ના એક્શન સ્ટંટસને કોરિયોગ્રાફ કર્યો છે.

તમને જણાવી દઈએ કે, ૨૦૦૮ માં આવેલ રેસની ફર્સ્ટ ફિલ્મમાં સૈફ અલી ખાન, અક્ષય ખન્ના, બિપાશા બાસુ, અનિલ કપૂર અને સમીરા રેડ્ડી નજર આવ્યા હતા. જ્યારે ૨૦૧૩ માં રીલીઝ થયેલ આ ફિલ્મના બીજા ભાગમાં સૈફ અલી ખાન, જ્હોન અબ્રાહમ, દીપિકા પાદુકોણ, જેકલીન ફર્નાડીઝ, અમીષા પટેલ અને અનિલ કપૂર નજર આવ્યા હતા. હવે રેસ ૩ આ વર્ષે રિલીઝ થશે, જેનું નિર્દેશન રેમો ડિસોઝાએ કર્યું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY