અર્જુન કપૂર અને Salman Khan વચ્ચે હજુ પણ જારી છે કોલ્ડવોર

0
1339
Salman Khan

અર્જુન કપૂર અને સલમાન ખાનના રીલેશન હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક એકબીજા સાથે સારી ટ્યુનીંગ શેયર કરનાર અર્જુન-સલમાનની વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલ કોલ્ડવોર હજુ પણ જારી છે. સોનમ કપૂરના વેડિંગ રિસેપ્શનમાં તે જોવા મળ્યું છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોના આધાર પર કહેવામાં આવી રહ્યું છે કે, હજુ બંને વચ્ચે કંઈ ઠીક નથી. સોનમની રિસેપ્શન પાર્ટીમાં સલમાન રેસ ૩ ની કો-એક્ટ્રેસ જેક્લીનની સાથે પહોચ્યા હતા.

એન્ટ્રીના સમયે સલમાન સૌથી પહેલા કેટરીના કેફને મળે છે. કેટરીનાની બાજુમાં અર્જુન અને બોની કપૂર ઉભા છે. સલમાન અને અર્જુન એક-બીજાને સામે વાત કરતા નથી. વિડીયોમાં બોની કપૂર સલમાનને મળી વધારે ખુશ થાય છે. બોની સલમાનના માથા પર કિસ કરે છે. સલમાન અને બોનીના ખૂબ સારા રીલેશન છે. જ્યારે બોની આર્થિક મુશ્કેલીઓ સામે લડી રહ્યા હતા ત્યારે સલમાને ફીસ લીધા વગર તેમની ફિલ્મ નો એન્ટ્રીમાં કામ કર્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, મલાઈકા અરોરા સાથે અફેરની ચર્ચાના કારણે અર્જુન કપૂર અને સલમાન ખાનના રિલેશનમાં કડવાહટ આવી હતી. જ્યારે સલમાનને અર્જુન અને મલાઈકાના રીલેશન વિશે ખબર પડી તો તેમણે અર્જુન સાથે વાત કરી હતી. અરબાઝ-મલાઈકાના તલાક પાછળ સલમાન અર્જુનને જ જવાબદાર ગણે છે.

ઉલ્લેખનીય છે કે, અનિલ કપૂરની લાડલી તેમજ એક્ટ્રેસ સોનમ કપૂર અને આનંદ આહૂજાના મચઅવેટેડ વેડિંગ મંગળવારે અંતે હસી ખુશીથી સંપન્ન થયા છે. મેરેજ બાદ સોનમ કપૂરના પરિવાર તરફથી મુંબઈની હોટલ લીલામાં ગ્રાંડ રિસેપ્શન પાર્ટી રાખવામાં આવી હતી. રિસેપ્શનમાં બોલિવુડ અને રાજનીતિની દિગ્ગજ હસ્તીઓ સામેલ થઇ હતી. આ રિસેપ્શન પાર્ટીના કેટલાક ઇનસાઈડ ફોટોઝ સામે આવ્યા છે જેમાં બોલિવુડ સેલેબ્સ એન્જોય કરી રહ્યા છે. સોનમ-આનંદની રિસેપ્શન પાર્ટીમાં કરણ જોહર, કરીના કપૂર, કાજોલ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, સલમાન ખાન, શાહરૂખ ખાન, નીતા અંબાણી, માધુરી દીક્ષિત, જૂહી ચાવલા સહિત ઘણા સેલિબ્રિટીઝ સામેલ થયા હતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY