Race 3 ના સેટ પરથી કેટલીક તસવીરો થઇ વાયરલ

0
10650

1. Race 3 ફિલ્મ

સલમાન ખાન અત્યારે રેમો ડિસોઝાના નિર્દેશનમાં બની રહેલ ફિલ્મ Race 3 નું શૂટિંગ કરી રહ્યા છે. Race 3 ફિલ્મનું શૂટિંગ કાશ્મીરની સુંદર વાદીઓ અને લેહ-લદાખમાં પ્લાન કરવામાં આવ્યું છે.

2. રેસ ૩ ફિલ્મ

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સલમાન ખાન, જેકલીન ફર્નાડીઝ અને બોબી દેઓલ સહિત આખી ટીમનો મસ્તી કરતા કેટલાક ફોટોઝ વાયરલ થયા છે. સલમાનની સાથે અત્યારે આખી ટીમ બહુ જલ્દી શૂટિંગ પૂર્ણ કરવાની તૈયારીમાં છે.

3. રેસ ૩ ફિલ્મ

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન સાથે ફિલ્મના બાકી કૃ મેમ્બર્સ પણ કાશ્મીરમાં ‘રેસ ૩’ ના સોંગ ‘અલ્લાહ દુહાઈ’ નું શૂટિંગ કરી રહ્યા છે. આ સોંગ રેસ ફ્રેન્ચાઈઝીની પ્રથમ બે ફિલ્મોમાં પણ સામેલ કરવામાં આવ્યું હતું અને હવે એકવાર ફરીથી આ સોંગમાં સલમાન અને અન્ય સ્ટાર્સ ડાંસ કરતા નજર આવશે.

4. રેસ ૩ ફિલ્મ

આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે જેકલીન ફર્નાડીઝ લીડ રોલમાં નજર આવશે. આ ફિલ્મ આ વર્ષે ઈદ પર રિલીઝ થશે. આ સિવાય ફિલ્મમાં સલમાન ખાનની સાથે બોબી દેઓલ પણ લીડ રોલમાં નજર આવશે.

5. રેસ ૩ ફિલ્મ

તમને જણાવી દઈએ કે, ૨૦૦૮ માં આવેલ રેસની ફર્સ્ટ ફિલ્મમાં સૈફ અલી ખાન, અક્ષય ખન્ના, બિપાશા બાસુ, અનિલ કપૂર અને સમીરા રેડ્ડી નજર આવ્યા હતા. જ્યારે ૨૦૧૩ માં રીલીઝ થયેલ આ ફિલ્મના બીજા ભાગમાં સૈફ અલી ખાન, જ્હોન અબ્રાહમ, દીપિકા પાદુકોણ, જેકલીન ફર્નાડીઝ, અમીષા પટેલ અને અનિલ કપૂર નજર આવ્યા હતા. હવે રેસ ૩ આ વર્ષે રિલીઝ થશે, જેનું નિર્દેશન રેમો ડિસોઝા કરી રહ્યા છે.

6. રેસ ૩ ફિલ્મ

7. રેસ ૩ ફિલ્મ

 

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY